હોલિકા દહનમાં આટલી વસ્તુ પધરાવવાથી રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત- જાણો તમારી રાશી પ્રમાણે

આ વર્ષ દરમિયાન આજના દિવસે એટલે કે, 28 માર્ચના રોજ ફાગણ પૂર્ણિમાનાં દિવસે હોળીકા દહન કરવામાં આવશે. આની સાથે જ 29 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. રવિવારે હોળીકા દહન થવું તે એક શુભ સંયોગ છે પણ આ વર્ષે તેનાથી પણ એક મોટો સંયોગ બની રહ્યો છે, જે 499 વર્ષ બાદ બની રહ્યો છે. આ વર્ષે હોળીનાં દિવસે ગુરુ તથા શનિનો વિશેષ સંયોગ બની રહ્યો છે.

આ બંને ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. માર્ચના છેલ્લા દિવસોમાં ગુરુ પણ પોતાની રાશિ ધનથી બહાર નીકળીને શનિની સાથે મકર રાશિમાં ચાલ્યો જશે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગુરુ પોતાની ધન રાશિમાં તેમજ શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે.

આની પહેલાં પણ આ ગ્રહોનો આવો યોગ 3 માર્ચ વર્ષ 1521માં બન્યો ત્યારે આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં જ હતાં. હોળી પર શુક્ર મેષ રાશિમાં, મંગળ તથા કેતુ ધન રાશિમાં, રાહુ મિથુન રાશિમાં સૂર્ય તથા બુધ કુંભ રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. ગ્રહોના આ યોગમાં હોળી આવવાને લીધે આ શુભ ફળદાયક બની રહેશે.

જાણો તમારી રાશી મુજબ:

મેષઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

વૃષભઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલી 5 એલચી, થોડી સાકર.

મિથુનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલા તજ, નાગરવેલનું આખું પાન.

કર્કઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સાકર, પતાસા, પંચામૃત, ગાયના ઘીમાં પલાળેલા 5 એલચી.

સિંહઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, સોપારી, મકાઈ, રાઈ, બદામ, કોઈ ફળ.

કન્યાઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

તુલાઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, પતાસા, સાકર, ગાયના ઘીમાં પલાળેલ 5 એલચી.

વૃશ્ચિકઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, લાલ ચણોઠી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ.

ધનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.

મકરઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.

કુંભઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, નાગરવેલનું પાન, સોપારી, ગાયના ઘીમાં પલાળેલા 5 લવિંગ, ગુગળ.

મીનઃ– ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂર, ગાયના ઘીમાં પલાળેલ હળદરનો ગાંઠિયો, સોપારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *