હાલમાં પતિ-પત્નીનાં અજોડ પ્રેમની એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને સ્તબ્ધ થઈ જશો. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને કઠણ કાળજાની વ્યક્તિનું પણ હ્રદય હચમચી ઉઠે. પતિ પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું.
પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એકસાથે જ નીકળી હતી તેમજ બંને એકસાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
વાત જાણે એમ છે કે, ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના લજાઈ ગામે એકજ દિવસે જન્મેલા વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેન નું એકજ દિવસે મૃત્યુ થતા અલૌકિક ઘટના ઘટેલ છે. લજાઈ ગામે જન્મો જનમના સંગાથી એવો પતિ-પત્નીના દિવ્ય આત્માઓએ એક જ દિવસે મહાપ્રયાણ કરેલ છે. જન્મોજન્મના સંગાથ અનેક પ્રેમીઓ, પતિ-પત્નીઓ માંગતા હોય છે. એકજ દિવસે પતિ પત્ની ના મૃત્યુ થયા હોય એવા કિસ્સા ભાગ્યે જ બને છે.
સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લામા ટંકારા તાલુકાના લજાઈ ગામના નિવાસી વલમજીભાઇ ગણેશભાઈ વામજા ( ઉંમર વર્ષ ૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉંમર વર્ષ ૫૮) બંને પતિ -પત્ની નું તારીખ 28/3/21 ના રોજ અવસાન થયેલ છે. લગભગ સવારે 9 વાગ્યે વલમજીભાઈએ દેહ છોડી દીધેલ હતો. અને ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 1 વાગ્યાના અરસામાં પ્રાણ છોડી દીધેલ હતા. બંનેના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાક નો ગાળો હતો. બને પતિ-પત્નીનો જન્મ તારીખ 16/4/64 એક જ દિવસે છે. પરમાત્મા જન્મો જન્મ ના સંગાથી દિવ્ય આત્માઓ ને પરમ શાંતી આપે.
અનેક પુણ્ય આત્માઓ ને પોતાના મૃત્યુની અગાઉથી જાણ થતી હોય છે. વલમજીભાઈ પણ પુનમ ક્યારે છે તે દરરોજ પૂછતા હતા. ટંકારાના લજાઈ નિવાસી વલમજીભાઈ ગણેશભાઈ વામજા (ઉ.૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉ.૫૮) તે રામજીભાઈ, દામજીભાઈ, છગનભાઈના લધુબંધુ અને ઘનશ્યામાઈ, પરેશભાઈ,ગૌતમભાઈ (ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ )ના માતુશ્રી અને પિતાશ્રી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.