આપને ખબર જ હશે કે, ઢાબાવાળા બાબા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાને લીધે એમની કીસ્મત રાતોરાત ચમકી ઊઠી હતી. આવી જ એક ઘટના હાલમાં સામે આવ્યા છે. એક બ્લોગરે રસ્તે રખડતી વ્યક્તિની મદદ કરીને તેની આર્થિક પરિસ્થિતિને સુધારવાનું કાર્ય કર્યું છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં ઢાબાવાલા બાબાની જેમ જ એક બ્લોગરે માઈક નામની આ વ્યક્તિની મદદ કરી છે તેમજ તેના માટે 17,000 ડોલર્સ એટલે કે, ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 12 લાખની રકમ સોશિયલ મીડિયા દ્વારા એકત્ર કરી છે. આ રકમ એને ખુબ ઉપયોગી થશે.
ગાડીના કાચ સાફ કરવા સામે બ્લોગ પર વાત કરવાની મળી ઓફર :
46 વર્ષીય વ્યક્તિની મુલાકાત ફિલિપ નામની વ્યક્તિ સાથે થઈ હતી. માઈકે 24 વર્ષીય ફિલિપને પૂછ્યું હતું કે, શું તે તેની ગાડીના કાચ સાફ કરી શકે છે? પહેલાં તો ફિલિપે તેને આ કામ માટે ના પાડી દીધી હતી પણ પછી માઈકને પોતાની કારમાં બોલાવ્યો હતો.
31 જાન્યુઆરીનાં રોજ ફિલિપે તેની કારને પાર્કકરી ત્યારે તાપમાન -10 ડીગ્રી હતું. ફિલિપને જયારે ખબર પડી કે, માઈક અડધો કલાકથી એકલો જ ઊભો હતો તો તેણે માઈક માટે સેન્ડવિચ ખરીદીને તેને કારમાં બોલાવીને પૂછ્યું હતું કે, શું માઈક તેના ડેઈલી બ્લોગ પર વાત કરવાનું પસંદ કરશે?
જે જીવનથી દુઃખી હતો તેના જ કિસ્સાએ બનાવ્યો લાખોપતિ :
પોતાના જીવન સાથે સંબંધિત કિસ્સા ફિલિપની સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ માઈક સાથેની પોતાની વાતચીત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો માઈકના એટિટ્યૂડથી ખુબ ઈમ્પ્રેસ દેખાયા હતાં. ત્યારબાદ કેટલાંક લોકો ફિલિપને પૂછવા લાગ્યા હતાં કે, શું તેઓ માઈક માટે દાન કરી શકે છે?
માઈકનો વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ હોવાથી સોશિયલ મીડિયા યુઝર્સે માઈક માટે 17,000 ડોલર એકત્ર કર્યા હતા. ત્યારબાદ માઈકને પોતાની કારમાં જ આ કેશ રકમ આપવામાં આવી હતી. માઈક આ પૈસા મેળવીને ખૂબ ઈમોશનલ થયો હતો તેમજ તેણે ફિલિપને ગળે લગાવ્યો હતો.
ઘર છોડીને રોડ ટ્રિપ પર નીકળ્યો છે ફિલિપ :
ફિલિપ છેલ્લા કેટલાક સમયથી રોડ ટ્રિપ કરી રહ્યા છે. તેઓ પોતાની કારમાં જ રહે છે. માઈકને મદદ કરવી તેમના જીવનના અનુભવમાંથી એક ઉત્તમ અનુભવ રહ્યો છે. તેઓ 8 મહિના અગાઉ આ યાત્રા માટે નીકળ્યા છે. તેઓ ઘરેથી નીકળીને કારમાં જ રહેવા લાગ્યા હતાં તેમજ નાનીમોટી ઘટનાના વીડિયો બનાવી રહ્યાં હતાં. આ ઘટના અમેરિકામાં આવેલ કેનિટ્ક્ટ શહેરમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.