મુકેશ અંબાણીએ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને લઈને રાતોરાત લીધો આ ઐતિહાસિક નિર્ણય- જાણો જલ્દી…

દેશના સૌથી ધનીષ્ઠ વ્યક્તિ એટલે કે,મુકેશ અંબાણીને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું હતું કે, તેના ઓઇલ-કેમિકલ વ્યવસાયને એક અલગ એન્ટિટી બનાવવા માટે શેરહોલ્ડરો તથા ધીરનાર પાસેથી પરવાનગી મળી ગઈ છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની સૂચના અનુસાર, કંપનીએ O-2 સી વ્યવસાયને અલગ પેટા કંપની – રિલાયન્સ ઓ2સી લિમિટેડમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે શેરહોલ્ડરો તેમજ તમામ ધીરનારની બેઠક બોલાવવામાં આવી હતી.

શેરબજારને આપેલ જાણકારીમાં કહ્યું હતું કે, બેઠકમાં સામેલ 99% શેરહોલ્ડરોએ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો. હિસ્સા ધારકો વિડિઓ કોન્ફરન્સ મારફતે સભામાં હાજર રહ્યા હતા. આ મીટીંગની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) બી.એન.શ્રીકૃષ્ણએ કરવામાં આવી હતી.

RIL દ્વારા ફેબ્રુઆરી માસમાં ઓઇલ રિફાઇનિંગ, ફ્યુઅલ માર્કેટિંગ તથા પેટ્રોકેમિકલ્સ વ્યવસાયને પિતૃ એન્ટિટીના 25 અબજ ડોલરની સ્વતંત્ર સંસ્થા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કંપની સાઉદી અરામકો જેવા વૈશ્વિક રોકાણકારોને હિસ્સો વેચીને આ ધંધાના મૂલ્યને સામે લાવવા માંગે છે.

રોકાણકારોને આકર્ષિત કરવા થશે સરળતા:
અગાઉની જાણકારી પ્રમાણે રિલાયંસ લિમિટેડને અલગ કરવાથી કંપની તેલમાંથી રસાયણ ક્ષેત્રમાં સમગ્ર મુલ્ય શ્રૃખંલા પર ધ્યાન આપી શકશે. આની સાથે જ અલગ ટકાઉ મૂડી માળખું તથા સંચાલન ટીમની સાથે, કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે છે તેમજ રોકાણકારો મૂડીને આકર્ષિત કરી શકે છે.

ગુજરાતની 2 રિફાઈનરી નવી કંપનીમાં ટ્રાંસફર થશે:
ગુજરાતમાં આવેલ જામનગરની 2 રિફાઇનરીઓ, અનેકવિધ રાજ્યોમાં પેટ્રોકેમિકલ કેન્દ્રો તથા છૂટક બળતણ વ્યવસાયમાં 51% હિસ્સો યુનિટમાં ટ્રાન્સફર કરાશે. આની સાથે તે જરૂરી મંજૂરીઓ પર આધાર રાખે છે કે, જે સપ્ટેમ્બર માસ સુધીમાં મળવાની અપેક્ષા રહેલી છે.

એકવખત આ પૂર્ણ થઈ ગયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથના તેલ તથા ગેસ સંશોધન અને ઉત્પાદન ધંધા, નાણાકીય સેવાઓ, ટ્રેઝરી તેમજ કાપડના વ્યવસાયનો સમાવેશ કરવામાં આવશે. આની સાથે જ જૂથની હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે. જેથી કંપનીને ખુબ લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *