હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરતમાંથી તો અવારનવાર ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આવેલ અમરોલી મનિષા ગરનાળા પાસે કનસ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી 2 અજાણ્યા ચપ્પુ વડે હુમલો કરીને ફરાર થઈ જતા અમરોલી પોલીસ દ્વારા ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય હજુ સુધી ઘેરાઈ રહ્યું છે. શહેરના વરાછા એ.કે. રોડ પર આવેલ શારદા વિહાર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય કાળુભાઈ લક્ષ્મણ સાવલીયા તેમજ નરેશ મનજીભાઈ ઈટાલીયા સાથે ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ પર આવેલ મનિષા ગરનાળા પાસે દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઇટ ધરાવે છે.
ગત રાત્રે 8 વાગ્યાના સુમારે બંને ભાગીદાર સાઇટની ઓફિસે હાજર હતા ત્યારે નરેશ ઇટાલીયા મોલની લાઇટીંગનું કામ શરુ હતું જેને જોવા માટે ઓફિસની બહાર ગયા હતા. કામ પુર્ણ થઇ ગયું હોવાને લીધે નરેશે કાળુભાઇને કામ જોવા માટે ફોન કરીને ઓફિસની બહાર બોલાવવામાં આવ્યા હતા.
બંને ભાગીદારો લાઇટીંગનું કામ જોયા પછી નરેશભાઇ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા માટે ગયા હતા ત્યારે કાળુભાઇ પોતાની બાઇક લઇ ઘરે જવા માટે નીકળી રહ્યા હતા. આ સમયે મનીષા ગરનાળા તરફથી એક બાઈક ઉપર 2 યુવાનો ઘસી આવ્યા હતા.
જેનાં પૈકી બાઇક પર પાછળ બેસેલા બુકાનીધારી યુવાને કાળુભાઇ નજીક આવીને ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી 3 ઘા ઝીંકીને પુન: બાઇક પર બેસીને ઉત્રાણ VIP સર્કલ બાજુ ફરાર થઈ ગયા હતા. નરેશભાઇને જાણ થતાની સાથે જ તેઓ પહોંચી ગયાં હતા.
ઈજાગ્રસ્ત કાળુભાઇને સારવાર અર્થે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટના અંગે કાળુ સાવલીયાએ હુમલો કરનાર અજ્ઞાત વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજને આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતનાં અમરોલીમાં બિલ્ડરને ખુલ્લેઆમ બાઈક સવાર ચપ્પુના ઘા ઝીંકીને થયા ફરાર- ઘટના CCTV માં કેદ pic.twitter.com/xhJEXpsnl3
— Trishul News (@TrishulNews) April 3, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.