સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ ખતરનાક સાબિત થઈ છે. કોરોનાને લીધે સતત સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. છેલ્લા માત્ર 24 કલાકમાં રેકોર્ડબ્રેક કુલ 1,44,829 કેસ નોંધાઈ ચૂકયા છે. ગયા વર્ષ દરમિયાન વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદ અત્યારસુધીમાં ફક્ત 1 જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધારે છે.
આની પહેલાં ગુરુવારે પણ કુલ 1.31 લાખ કેસ નોંધાયા હતા. આવી ભયજનક સ્તિથીમાં મોં પર માસ્ક અને સામાજિક અંતર જાળવી રાખવું ખુબ જરૂરી બન્યું છે. માસ્ક ન પહેરવા બદલ પોલીસ મસમોટો દંડ પણ ઉઘરાવી રહી છે તો કેટલીક રાજની અથવા તો શહેરની પોલીસ લોકોને જાતે જ માસ્ક પહેરાવીને કોરોના પ્રત્યે જાગૃતતા ફેલાવી રહી છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં રહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. આ વિડીયોમાં પોલીસવાળાઓએ માસ્ક ન પહેરીને જતાં વ્યક્તિને અટકાવી પોતાની જ ગંજીને માસ્ક તરીકે પહેરાવ્યું હતું.
મળી રહેલ જાણકારી મુજબ, મેરઠમાં પોલીસ કમિશનર કચેરી નજીક પોલીસે માસ્ક ન પહેરીને લોકોને અટકાવી માસ્ક પહેરાવી રહ્યાં છે ત્યારે એક રીક્ષામાં જઈ રહેલ વ્યક્તિએ મોં પર માસ્ક પહેર્યું ન હતું તો પોલીસે એની જ ગંજી ઉતરાવીને એને માસ્ક બનાવીને મોં પર માસ્ક પહેરાવ્યું હતું.
આપને જણાવી દઈએ કે, પોલીસે ખુબ જ માસ્ક ન પહેર્યું હોવાનું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જેને લીધે આ વિડીયો ખુબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તેમજ લોકોમાં પણ રોષ જો મળી રહ્યો છે. આ વિડીયોમાં પોલીસ મોં પર માસ્ક ન પહેર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
मेरठ: कमिश्नरी चौराहे पर पोलिस ने शर्ट उतरवा कर बनियान का बनवाया मास्क#CoronavirusOutbreak pic.twitter.com/6UWTOHHsfX
— Hindustan (@Live_Hindustan) April 10, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.