સુરતમાં રેપીડ ટેસ્ટ કરવા આવેલી સીટીબસ અચાનક સળગી- જુઓ વિડીયો

સુરતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેને લઈને સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રેપીડ ટેસ્ટ કરવા માટે શહેરમાં બ્લુ…

સુરતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેને લઈને સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રેપીડ ટેસ્ટ કરવા માટે શહેરમાં બ્લુ સીટી બસ પણ મુકવામાં આવી છે. આ દરમ્યાન સુરતના અમરોલીમાં રેપીડ ટેસ્ટ કરવા માટે ફાળવેલી બ્લુ સીટી બસ સળગી ઉઠી હતી.

સુરત મહાનગરપાલિકામાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકાએ ટેસ્ટિંગ પણ વધાર્યા છે. લોકોના ઘર નજીક જઈને ધન્વંતરી રથ સાથે ટેસ્ટિંગ થઈ રહ્યા છે. આમાં વાહનો ઘટતા પાલિકાએ સિટી બસને ધન્વંતરી તથા ટેસ્ટિંગ વાન બનાવી દીધી છે.

રેપીડ ટેસ્ટ કરવા માટે ફાળવેલી બ્લુ સીટી બસમાં આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફડાતફડી સર્જાઈ હતી. આગની ઘટના બનતાની સાથે જ લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. અમરોલી કોસાડ ઈમરજન્સી સેવા માટે બસ ફાળવેલ હતી.

મળતી માહિતી અનુસાર, અમરોલીના સ્વીટ હોમ ખાતે ઘટના બની હતી. અમરોલી કોસાડ ઈમરજન્સી સેવા માટે બસ ફાળવેલી હતી. બસમાં રેપિડ ટેસ્ટના અધિકારી સેનીટાઇઝર તથા અન્ય દવાઓ હતી. રેપીડ ટેસ્ટ કરનાર અધિકારીઓનો બચાવ થયો પરંતુ દવાઓ બળી ને ખાખ થઈ ગઈ હતી.

અત્રે ઉલેખનીય છે કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે જાનહાનિ ન થતા પાલિકા તંત્રને હાશકારો થયો છે.

સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 85,451 પર પહોંચી ગઈ છે. કુલ મોતની સંખ્યા 1430 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 72,856 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હા લ શહેર-જિલ્લામાં કુલ 11,165 એક્ટિવ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *