અમેરિકામાં હિંદુ ધર્મનો વિરોધ કરવા અવનવા ષડયંત્રો ઘડાઈ રહ્યા છે. અમેરિકાની સૌથી મોટી હિન્દુ સંસ્થા ‘હિંદુ અમેરિકા ફાઉન્ડેશન (HAF)એ હિંદુઓના પવિત્ર પ્રતીક ‘હિન્દુ સ્વસ્તિક’ પર પ્રતિબંધની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. હિંદુ અમેરિકા ફાઉન્ડેશને અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના હાઉસ ઓફ ડેલિગેટ્સ દ્વારા પાસ કરાયેલા એક બીલ વિરુદ્ધમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ બીલમાં હિંદુ ધર્મના સ્વસ્તિક (સાથીયાની આકૃતિ)નો બહિસ્કાર કરવામાં આવી રહ્યો છે. આ બીલમાં જણાવ્યું છે કે, અહિયાંની દરેક વસ્તુ જેવી કે શાળા, પુસ્તકો, કપડા અને અન્ય સ્થળોએ સ્વસ્તિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે. સાફ શબ્દોમાં કહીએ તો હિંદુ ધર્મનો વિરીધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારબાદ, HAFએ મેરીલેન્ડના રાજ્યપાલો, રાજ્ય સેનેટરો અને રાજ્યના પ્રતિનિધિઓને કહ્યું છે કે, મેરીલેન્ડના ‘હાઉસ બિલ 0418’ એ હિન્દુઓના પવિત્ર પ્રતીક સ્વસ્તિકનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આ બિલમાં, સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવતા સ્વસ્તિક પ્રતીકની સરખામણી નાઝી ઇન્સિગ્નીયા સાથે કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ખોટી છે. HAFએ કહ્યું કે સ્વસ્તિક સંસ્કૃત શબ્દો ‘સુ’ અને ‘અસ્તિ’ થી બનેલો છે, જેનો અર્થ છે ‘સારું થવું’.
સાથે સાથે HAFએ એમ પણ કહ્યું હતું કે, સ્વસ્તિકનો ઉપયોગ ફક્ત હિન્દુઓ દ્વારા જ નહીં પરંતુ બૌદ્ધો અને જૈનો દ્વારા તેમના ઘરો, મંદિરો અને પરંપરાઓ, દૈનિક પ્રાર્થનાઓ અને વિશેષ ધાર્મિક પ્રસંગો અને પવિત્ર સ્થળોએ પણ કરવામાં આવે છે. આ પ્રતીક વિશ્વભરના હિન્દુઓ દ્વારા ખૂબ જ પવિત્ર અને આદરણીય છે. આ સાથે જ સ્વસ્તિક વેપાર સંસ્થાઓ, આભૂષણ અને કલાકૃતિઓનો ઉપયોગ સમૃદ્ધિના પ્રતીક તરીકે થાય છે.
સાફ શબ્દોમાં કહીએ તો જે રીતે હિંદુ ધર્મ વિશ્વભરમાં વધી રહ્યો છે, આ જોઇને અમેરિકાના ઘણા રાજ્યોએ હિંદુ ધર્મનો વિરોધ કરવા માટે નતનવા ષડયંત્ર ઘડી રહ્યું છે અને તેમનું માણવું એવું છે કે, જો હિંદુ ધર્મ આ જ રીતે સમગ્ર વિશ્વમાં ફેલાતો રહ્યો તો આખી દુનિયા હિંદુવાદી થઇ જશે અને આ કારણોસર હિંદુના પવિત્ર માનવામાં આવતા સ્વસ્તિકનો બહિસ્કાર કરવાનું શરુ કર્યું છે પરંતુ HAFએ તેમની દરેક વાતોને ખોટી સાબિત કરી છે અને સ્વસ્તિકથી દુનિયાને કોઈ નુકશાન નથી એ સાબિત કરી બતાવ્યું છે.
The Maryland House of Delegates is considering House Bill 0418 (HB0418) a bill that falsely defines the swastika as a symbol of hate. TAKE ACTION TODAY TO STOP THIS: https://t.co/mt5h9mQJfv
— Hindu American Foundation (@HinduAmerican) April 9, 2021
આ પહેલા પણ અલબામાની શાળાઓમાં યોગના ફાયદાઓ હોવા છતાં પણ યોગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંપરાગત રૂઢીચુસ્ત લોકોને ડર હતો કે, જો આપણે પણ ભારતીય રીતી રીવાજોનું પાલન કરીશું તો ચારેબાજુ હિંદુવાદ થઇ જશે અને આ વાતના ડરથી અલબામાની શાળાઓમાં યોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, અહિયાં યોગની સાથે સાથે આવનારા સમયમાં ‘નમસ્તે’ કરવા પર પણ પ્રતિબંધ મુકવાની લોકો તૈયારી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.