બુલેટ ટ્રેનની ગતિએ ચાલી રહી હતી ડ્રાઈવર વગરની ટેસ્લા કાર, અચાનક ગંભીર અકસ્માત સર્જાયા કારમાં સવાર બંને લોકોના દર્દનાક મોત

ઈલેક્ટ્રોનિક ટેસ્લા કાર દ્વારા હાલમાં જ થયેલા અકસ્માત દ્વારા 2 લોકોના મોત નિપઝ્યા છે. જે સમયે આ અકસ્માતની દુર્ઘટના ઘટી ત્યારે ટેસ્લા કાર પોતાની જાતે જ ચાલી રહી હતી તેને કોઈ ડ્રાઈવર ચલાવી રહ્યો ન હતો.આ અકસ્માત અમેરિકાના ઉત્તર હ્યુસ્ટનમાં શનિવારના રોજ રાત્રી દરીમિયાન સર્જાયો હતો.આ અકસ્માત દરીમીયાન ટેસ્લા કાર એક વ્રુક્ષ સાથે અથડાઈ હતી.ત્યારે હેરિસ કાઉન્ટી કોન્સેટબલે જણાવ્યું હતું કે આ અકસ્માત સર્જાનો ત્યારે ડ્રાઈવરની સીટ પર કોઈ બેસેલું ન હતું.

અમેરિકાની સ્થાનિક ટેલીવીઝનની ચેનલના જણાવ્યા અનુસાર વર્ષ 2019ના મોડલની ટેસ્લા કાર પુર ઝડપે ચાલી રહી હતી અને તેની અંદરની સિસ્ટમને કાબુ ન કરી શકવાના કારણે ટેસ્લા કાર રોડ પરથી નીચે ઉતરી એક વ્રુક્ષ સાથે અથડાઈ હતી. અને વ્રુક્ષ સાથે અથડાવાને કારણે તેમાં આગ લાગી હતી.

ફાયર વિભાગે આગ ઠારી ત્યારે ફાયર વિભાગના અધિકારીઓએ જોયું કે કારની અંદર તો ફક્ત બે જ લોકો બેસેલા હતા જેમાંથી એકની લાશ આગળની પેસેન્જરની સીટ પર હતી. જ્યારે બીજી લાશ પાછળની સીટ પર હતી. નોંધનીય બાબત એ છે કે, ટેસ્લા કંપની અને નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આજ સુધી આ ઘટના બાબતે સતાવાર રીતે કાઈ જાહેરાત કરી નથી.

ટેસ્લા કાર વર્તમાન સમયમાં ઓટોમેટીક ડ્રાઈવિંગ સિસ્ટમ આધારે આગળનું સંશોધન કરી રહી છે. ટેસ્લા કાર કંપની આગામી દિવસોમાં ટેસ્લા કાર કોઈ પણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે જાતે ચાલે તેવા સોફ્ટવેર બનાવા જઈ રહી છે. જયારે યુએસ ઓટો સેફ્ટી એજન્સીએ માર્ચ મહિનામાં કહ્યું હતું કે ટેસ્લા કાર દ્વારા અત્યાર સુધી 27 જેટલી દુર્ઘટના સર્જાણી છે જેમની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ટેસ્લાના એલોન મસ્ક દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં કહેવામાં આવ્યુ હતું કે તેઓ ટેસ્લા કારને સંપૂર્ણ રીતે ઓટોમેટીક ચાલે તેવા તેવા સોફ્ટવેર બનવા જઈ રહી છે જેને કારણે તેમને આ છે કે અમને મોટો નફો થશે. સાથે એલોન મસ્કે વધુ જણાવતા કહ્યું છે કે મને વિશ્વાસ છે કે ટેસ્લા કાર પોતાની જાતે જ ચાલશે અને તમેં પણ આ ટેસ્લા કાર પર વિશ્વાસ મૂકી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *