કોરોનાગ્રસ્ત દીકરો માતા સાથે હોસ્પીટલની બહાર રસ્તા પર રઝળતો રહ્યો અને તમાશો જોતું રહ્યું મૂંગું તંત્ર- જુઓ વિડીયો

કોરોનાના આ આંતકને કારણે લોકોની માનવતા મરી પરી રહી હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. આવા સમય દરીમિયાન તંત્ર આંધળું અને બહેરું…

કોરોનાના આ આંતકને કારણે લોકોની માનવતા મરી પરી રહી હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. આવા સમય દરીમિયાન તંત્ર આંધળું અને બહેરું હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પીટલની બહાર દર્દીઓ તડપી તડપીને મરી રહ્યા છે અને અમુક દર્દીઓ મજબુરીને કારણે હોસ્પીટલમાં એડમિટ થઈ શકતા નથી, પરંતુ આંધળું તંત્ર આ તમાશો જોઈ રહ્યું છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શારદાબેન હોસ્પિટલની બહાર રોડ પર જ રઝળી રહેલ માતા અને તેમના કોરોના પોઝીટીવ પુત્રનો વિડીઓ જોવા મળી રહ્યો છે,જે જોઇને તમને પણ અત્યંત દુખ થશે.

અમદાવાદ શહેરમાં આ માતા અને પુત્રનો વિડીઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ફેલાઈ રહ્યો છે. કોરોના પોઝીટીવ પુત્ર અને તેમની માતા બંને શારદાબેન હોસ્પીટલની બહાર રોડ પર જ રઝળતા અને આજીજી કરતા રહ્યા પરંતુ તંત્ર તો ઊંઘી રહ્યું હતું. આ માતાએ પોતાના દીકરાને હોસ્પીટલમાં ઈલાજ કરવા માટે ખુબ જ પ્રયત્નો કર્યા પણ તંત્ર એ ના તો મદદ કરી અને તંત્ર આ તમાશો જોતું રહ્યું. 108 ની સહાય વગર આવતા દર્દીઓ હોસ્પીટલમાં એડમિટ નહિ થઈ શકે એવું તંત્ર દ્વારા આ માસુમ માતાને કહેવામાં આવ્યું. માતાના પુત્રનો કોરોના રીપોર્ટ પોઝીટીવ હોવા છતાં પણ હોસ્પિટલે દીકરાને એડમિટ કરવા નનૈયો ભર્યો હતો.

તંત્રનું આ તો કેવા પ્રકારનું વલણ કે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પીટલની બહાર હોવા છતાં તે દર્દીનો હોસ્પીટલમાં ઈલાજ કરવામાં નથી આવી રહ્યો. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 35 વર્ષનો પુત્ર કોરોના પોઝીટીવ આવેલ હતો. જયારે આ માસુમ માતા કર્ફ્યુના સમયગાળામાં દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલમાં પહોચ્યા હતા,પરંતુ હોસ્પીટલના કર્મચારીઓએ આ જોઇને તરત જ મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો. માતા બહાર હોસ્પીટલના સ્ટાફને આજીજી કરી રહી હતી કે, મારા દીકરાને હોસ્પીટલમાં એડમિટ કરો, મારો દીકરો કોરોના પોઝીટીવ છે. પરંતુ દયાવીહીન તંત્ર એ હોસ્પીટલના મેન ગેટ પર જ જવાબ આપતા કહ્યું હતું કે 108 ની સહાયથી આવતા દર્દીઓને જ હોસ્પીટલમાં દાખલ કરી શકાશે.

આ પરિસ્થિતિમાં લાચાર માતાએ હોસ્પીટલના સ્ટાફને આજીજી કરતા કહ્યું કે, કરફ્યું હોવાને કારણે અમને 108 મળતી ન હતી. તેથી હું મારા દીકરાને મારી જાતે લઈને આવી છું. આટલું કહ્યા પછી માસુમ ‘માં’ હોસ્પીટલની બહાર જ રસ્તા પર બેસી ગઈ હતી. સાથે તેમનો દીકરો પણ બાજુમાં તડપી રહ્યો હતો. પણ તંત્રની આંખે પાટા બાંધેલ હોય તેવું લાગી રહ્યું હતું. અને આ હોસ્પીટલના કર્મચારીઓ મુખ્ય ગેટ પર ઉભા રહીને આ માં અને દીકરાની ખુબ જ દુખદ વ્યથા તમાશો બનીને જોઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *