કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. હાલ પરિસ્થિતિ એવી કપરી બની છે કે, હવે તો ઓક્સીજન પણ પુરતું મળી રહેતું નથી.
જો આ પ્લાન સફળ જશે તો કદાચ આગામી સમયમાં દરેક સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ ની બાજુમાં એક covid કેર આઈસોલેશન સેન્ટર ઊભું થઈ શકે છે : SMC કમિશ્નર,સુરત
સુરત મા ક્રિટીકલ પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને આ પ્લાન્ટથી ખૂબ જ ઓક્સિજન મેળવવામાં રાહત થશે અને ઘણી જિંદગીઓ બચી શકશે : કલેકટર, સુરત
હાલમાં ૨૫૦ જેટલા બેડ તૈયાર છે જેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. આગામી સમયમાં આશરે એક હજાર જેટલા બેડ તૈયાર કરવાનું આયોજન : ઝંખનાબેન પટેલ,ધારાસભ્ય , સુરત
ઓક્સિજનના અભાવે સુરત શહેરમાં પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આ દરમિયાન શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ફક્ત 12 કલાક સુધી ઓક્સિજન ચાલે તેમ છે. આવી સ્થિતિમાં શહેરમાં અફરાતફરીનો માહોલ ઉભો થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી ખાનગી હોસ્પિટલની બહાર દર્દીના સંબંધીઓ પોતાના સ્વજન માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.
બીજી બાજુ મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઓછો કરી દીધો છે. જેથી ભારે મુશ્કેલી સર્જાય તેમ છે. ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપની હવે ઓક્સિજન માટે ઉપયોગી બને એમ છે. પરંતુ કંપનીની મર્યાદા એ છે કે, ઓક્સિજન સપ્લાય કરી શકે તેમ નથી તેથી જો દર્દીઓ માટે ત્યાં જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કંપની દ્વારા દર્દીઓને ઑક્સિજન પૂરું પાડી શકાય એમ છે.
આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કંપની સંચાલકો સાથે ચર્ચા કરીને 250 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. દેશમાં પહેલીવાર હવામાંથી સીધો જ ઓક્સીજન દર્દીઓને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ આજે સુરત શહેર કલેક્ટર, કમિશ્નર, ડીડીઓ અને સ્થાનીક ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઝંખનાબેન પટેલના જણાવ્યા મુજબ હાલમાં 250 બેડ તૈયાર છે.
જ્યારેે આગામી સમયમાંં દસ દિવસ જેટલા સમયગાળામાં આશરે 1000 બેડ કાર્યરત થાય એવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આવતીકાલે એટલેેેેે કે, મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરથી તેનું ઇ-લોકાર્પણ કરશેે. જ્યારે સ્થળ પર આરોગ્યમંત્રી કુમાાર કાનાણી અને ભાજપનાા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.