હાલમાં ચોરીની ઘટનામાં ઘણો વધારો જોવા મળ્યો છે. તસ્કરો દિન દહાડે લુંટ મચાવતા હોય છે. આ દરમિયાન ફરી વાર એક ચોરીનો કેસ સામે આવ્યો છે જેમાં 3 તસ્કરોએ એક કરોડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે દિન દહાડે લૂંટની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે.
બાઇકમાં ગ્રાહક સ્વરૂપે આવી 3 શખ્સોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, લૂંટની જાણ થતાની સાથે જ ખુદ પોલીસ કમિશનર, DCP, ACP, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. એકાદ કરોડના દાગીના લૂંટી ત્રણેય શખ્સ ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના ચંપક નગર વિસ્તારમાં શેરી નંબર 3માં આવેલી શિવ જવેલર્સ નામની દુકાનમાં આજે બપોરના સમયે અંદાજીત 3:30 વાગ્યાના અરસામાં મોહનભાઇ ડોડીયા નામના વેપારી દુકાનમાં હતા. આ સમયે 3 લોકો બાઇકમાં સવાર થઇ ગ્રાહકના રૂપમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં ઘરેણાં જોતા હતા અને અચાનક એક વ્યક્તિએ બંદૂક કાઢી અને વેપારી મોહનભાઇને બંધક બનાવી લીધા હતા.
બાદમાં બાકીના બે શખ્સો દુકાનમાં રહેલા તમામ સોનાના દાગીનાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. વેપારીના જણાવ્યા મુજબ અચાનક બંદૂક બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી અને દુકાનમાં રહેલ અંદાજીત એકાદ કરોડ કિંમતના ઘરેણાં લઇ ત્યાંથી ભાગી ગયા હતા. વેપારીના જણાવ્યા મુજબ આ 3 શખ્સો હિન્દી ભાષા બોલતા હતા.
View this post on Instagram
હાલ તો ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ કમિશનર, DCP, ACP, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા દુકાનની અંદર તેમજ આસપાસ વિસ્તારમાં રહેલા CCTV ફૂટેજ કબ્જે કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.