માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 10 વર્ષના બાળકનું એવી રીતે મોત થયું કે, જાણી ચોંકી ઉઠશો

હાલમાં માતા-પિતાને ચેતવણી આપતો વધુ એક કેસ સમયે આવ્યો છે. વતનથી થોડા સમય પહેલા માતા-પિતા સાથે રહેવા આવેલ બાળક જયારે માતા પિતા કામ પર ગયા હતા ત્યારે ઘરમાં રમતા રમતા દીવાલ પર લટકેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરતો હતો તે દરમિયાન બાળકને ફાંસો લાગી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જણકારી પાડોશીએ પરિવાર અને પોલીસને આપી હતી. જોકે, બાળકના મોતના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ સુરતમાં સતત કામ કરતા માતા પિતા પોતાના બાળકો સામે ધ્યાન આપતા નથી ત્યારે આવા માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 10 વર્ષનો બાળક દીવાલ પર લટકતી કપડાની બેગને ગળામાં લઇ ગોળ ગોળ ફરી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન ફાંસો લાગી જતાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

મૂળ ઉત્તર પ્રદેશના વતની નેબુલાલ રાજભરનો પુત્ર વતન ખાતે રહેતો હોવાથી થોડા સમય પહેલા સુરત ખાતે લઇ આવ્યા હતા. જોકે, પત્ની પણ મજૂરી કામ કરીને પતિને આર્થિક રીતે મદદ કરતી હતી.

જોકે, ગઈકાલે સવારે પતિ પત્ની કામ પર ગયા હતા. ત્યારે અંશુ ઘરમાં એકલો હતો અચાનક ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, અંશુને રમતા રમતા ફાંસો લાગી જતા તેનું મોત નીપજ્યું છે. આ દરમિયાન તેના માતા-પિતા દોડીને ઘરે ગયાં ત્યારે અંશુુને નીચે ઉતારી લેવાયો હતો. ત્યારબાદ પોલોસને જાણ કરી દેવામાં આવી હતી.

જોકે, બાળક બપોરે ઘરમાં એકલો હતો તે સમયે દીવાલ પર રહેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરતા તેને ફાસો લાગી ગયાનું પોલીસ તપાસમા બહાર આવ્યુ હતું .આ ઘટના પડોસમાં રહેતી એક મહિલાએ જોતા તેણે બુમાબુમ કરી હતી અને પાડોસી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *