ટ્રક બન્યો યમદૂત: ગોંડલ હાઈવે પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

ગુજરાતમાં આવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલના રોજ રાજકોટમાં એકસાથે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મૃત્યુ થયા…

ગુજરાતમાં આવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગઈકાલના રોજ રાજકોટમાં એકસાથે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. આટકોટના ગોંડલ હાઇવે પાસે યમદૂત બનીને આવેલા ટ્રકે સામેથી આવતા બાઇક ચાલકને હડફેટે લેતા બાઈક સહિત ચાલકને 300 મીટર સુધી ઢસડ્યો હતો અને બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગોંડલ હાઇવે પાસે આવેલા ખારચીયા નજીક ગોંડલથી ટ્રક આવતો હતો. આટકોટ તરફ જતો ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ પણે બેફામ બનીને ટ્રક હંકારતો હતો. એ સમયે સામેથી બાઈક આવતા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત હતું અને ટ્રક ખાડામાં પલ્ટી મારી ગયો હતો. જ્યારે બાઈકનો પણ ભુક્કા બોલી ગયો હતો. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.

લાશને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવી 
આ અકસ્માત થતાં આટકોટનાં PSI કે.પી.મેતા, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે લોકોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક બાઈક ચાલક દડવા ગામનો વતની હતો અને તેનું નામ દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડ છે. લાશને પોસ્ટમોટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાઇક તેમજ ઈકો કાર વચ્ચે ટક્કર
આવો જ એક બનાવ ગઈકાલે જેતપુર પાસે સર્જાયો હતો જ્યાં જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે બાઇક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઇકો કાર ટર્ન મારતી હતી એ વેળાએ પૂરપાટ વેગે બાઈક ધસી આવતા બન્ને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધોરાજીના મામદભાઈ જુનેદભાઈ કુરેશી નામના યુવકનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ તેમની સાથેના મામદ મતવા નામના યુવકને ગંભીર ઈજા થતા જુનાગઢ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ધોરાજીના રહેવાસી બંન્ને યુવાનો જેતપુર એચ એચ રોડવેજમાં મજૂરી કરતા હોય ધોરાજીથી દરરોજ જેતપુર અપડાઉન કરતા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *