દરેક માતાપિતા આ લેખ ખાસ વાંચે -એક નાનકડી ભૂલના પરિણામે 10 વર્ષના બાળકે ગુમાવ્યો જીવ

10 વર્ષનો બાળક તેના ઓરડામાં એક નાનો પિયાનો વગાડતો હતો, પરંતુ થોડા જ સમય પછી તેણે પોતાને પડદામાં લપેટાઈ ગયો અને ગોળ-ગોળ ફરવા લાગ્યો. આ કારણે તેનો શ્વાસ અટકી ગયો. ત્યારબાદ માતા અને બહેન નજીકના ઓરડામાંથી દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

નિર્દોષ બાળકનું લગભગ 10 દિવસ પછી મૃત્યુ થયું. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. આ ઘટના ભવાનીધામ ફેઝ 1 માં રહેતા પંકજ શર્માના પુત્ર નૈતિક ઉર્ફે રીતિક શર્મા સાથે બની છે. પંકજ શર્મા ખાનગી ફેક્ટરીમાં નોકરી કરે છે.

આ ઘટના 29 ઓગસ્ટની છે. ચોથા ધોરણમાં ભણતો નૈતિક ઘરે મીની પિયાનો વગાડતો હતો. પછી તે ઉભો થયો અને ઘરના પડદાનો ફાંસો બનાવીને ગોળ ગોળ ફરવા લાગ્યો.

ગોળ ગોળ ફરવાનાં કારણે ફાંસો કસાઈ ગયો અને તે થોડી વાર માં બેહોશ થઇ ગયો. આ જોતાજ તેની મા તેને તરત જ હોસ્પટલ લઇ ગઇ.

થોડા દિવસોથી તેને ઇન્દ્રપુરીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેની તબિયત વધારે બગડતા તેને હમીદિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે તેનું ત્યાં અવસાન થયું હતું. 10 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થતા માતા પિતા અને પરિવારજનોમાં દુઃખનો માહોલ જામ્યો છે, અને આવી ઘટના સમાજમાં સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય પણ બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *