હાલમાં 12 વર્ષના એક બાળકે પ્રયોગ તરીકે એવું કર્યું કે, તે ચુંબક જ ગળી ગયો. તે જાણવા માંગતો હતો કે, ચુંબક ગળી ગયા પછી શરીરમાં ચુંબકીય શક્તિ આવે છે કે નહિ અને તેના શરીરમાં કોઈ ધાતુ ચિપકે છે કે નહી. તે એ પણ જાણવા માંગતો હતો કે, તે ચુંબક શૌચ દ્વારા કેવી રીતે બહાર નીકળે.
ડેઇલીમેલના અહેવાલ મુજબ, તેણે પહેલી જાન્યુઆરીએ મેગ્નેટ બોલ્સ ગળ્યા હતાં. ત્યારબાદ તેણે થોડા દિવસો પછી ફરીથી કેટલીક ગોળીઓ ગળી. જોકે, આ દરમિયાન કોઈ અસર થઈ ન હતી અને તેની અંદર ચુંબકીય ગુણધર્મો પણ જોવા મળ્યાં નથી. મેગ્નેટ બોલ્સ ગળી ગયા પછી તેને કોઈ અસર દેખાઈ નહીં, ત્યારે તેણે તેની માતાને જાણ કરી. તેણે તેની માતાને ફક્ત 2 ગોળીઓ ગળી છે તેમ જ કહ્યું હતું.
જ્યારે તેણે તેની માતાને કહ્યું ત્યારે તે તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યાં ડોકટરોએ એક્સ-રે કર્યો અને જોવા મળ્યું કે, તેના પેટમાં ઘણી બધી ગોળીઓ છે. એક્સ-રેમાં એ પણ જાણવા મળ્યું હતું કે, ચુંબક તેના પેટ અને આંતરડા સુધી પહોચી ગયું હતું.
એક્સ-રે પછી ડોકટરોએ અંદાજ લગાવ્યો હતો કે, ત્યાં લગભગ 30 ગોળીઓ હશે, પરંતુ સર્જરી દરમિયાન નીકળેલી ગોળીઓની સંખ્યા જોઈને બધા જ ચોંકી ગયા. લગભગ 6 કલાકના ઓપરેશન પછી, ડોકટરોએ મેગ્નેટની 54 ગોળીઓ કાઢી અને તેનો જીવ બચાવી લીધો. આ ઘટના લંડનમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.