ગાઝિયાબાદ: હાલમાં ગાઝીયાબાદ(Ghaziabad)માંથી એક રુવાડા બેઠા કરી દેતી ઘટના સામે આવી છે. અહીંના વિજયનગર(Vijayanagar) વિસ્તારમાં શનિવારે રાત્રે 1:30 વાગ્યે બે જોડિયા ભાઈઓ 25માં માળેથી પડી ગયા હતા. ઘટના બાદ બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને બાળકો 14 વર્ષના હતા અને 9માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા. જણાવી દઈએ કે, બાળકોના પિતા(Father of children) કોઈ કામ માટે મુંબઈ(Mumbai) ગયા હતા અને માતા રૂમની અંદર હતી. મધરાત્રે(At midnight) દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ(Police) દ્વારા બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તે જાણી શકાયું નથી કે, બાળકો આટલી મોડી રાત સુધી બાલ્કની(Balcony)માં કેમ રમી રહ્યા હતા? આ બાબતે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધાર્થ વિહારમાં પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25માં માળે પરલી નારાયણ પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. તે મૂળ ચેન્નઈનો છે. પરલી નારાયણના જોડિયા પુત્રો સૂર્ય નારાયણ અને સત્ય નારાયણ ધોરણ 9મા અભ્યાસ કરતા હતા. અડધી રાત્રે લગભગ દોઢ વાગ્યે બંને ભાઈઓ રૂમમાંથી બહાર આવ્યા હતા. આ દરમિયાન, બાળકોની માતા અંદરના રૂમમાં હતી. તેઓ રમતી વખતે બંને બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માતની માહિતી મળતા ઈન્સ્પેક્ટર વિજયનગર યોગેન્દ્ર મલિક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો આ ઘટના બાદ આઘાતમાં છે. બંને પુત્રોના મૃત્યુ પછી માતા પણ આઘાતમાં સરી પડી છે. આસપાસની મહિલાઓ દ્વારા કોઈક રીતે બાળકોની માતાને સંભાળી લેવામાં આવી છે.
આ અંગે પોલીસનું કહેવું છે કે, લગભગ 225 ફૂટ ઊંચાઈ પરથી બંને ભાઈઓ નીચે પડ્યા હતા અને તેમના માથામાં ઇજા થઈ હતી. જે જગ્યાએ તેઓ જમીન પર પડ્યા ત્યાં નીચે પાક્કુ તળિયું હતું. જમીન પર લોહીના નિશાન પણ મળી આવ્યા છે. બાળકો અડધી રાતે બાલ્કનીમાં કેવી રીતે આવ્યા તે અંગે કોઈ કંઈ કહેવા તૈયાર નથી. હાલ માતાની સ્થિતિ સારી નથી. પાડોશમાં રહેતા રાકેશ નામના યુવકે પોલીસને જણાવ્યું કે, અડધી રાત્રે જોરદાર અવાજ આવ્યો હતો.
આ દરમિયાન, તેઓ સૂતા ન હતા. થોડા સમય બાદ જાણવા મળ્યું કે, પડોશના જોડિયા બાળકો બાલ્કનીમાંથી નીચે પડી ગયા. આ અંગે પડોશીઓએ જણવ્યું કે, બંને એક સાથે શાળાએ જતા અને એક સાથે જ ટ્યુશનમાં જતા હતા. હવે તે બંનેનું એક સાથે જ મૃત્યુ થયું છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, માતા-પિતાના બંને બાળકો સાથેના વ્યવહાર બાબતે પણ પોલીસ દ્વારા જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.