કેટલું કમાય છે દેશના મુખ્યમંત્રીઓ? જાણો ક્યાં CMની સેલેરી PM કરતાં પણ છે વધારે- ગુજરાત પણ નથી રહ્યું પાછળ

આપણને સૌને ખબર છે કે, ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે જેમા જુદી જુદી સરકારો(Governments) કામ કરી રહી છે. સાથે આ રાજ્યોમાં ચૂંટણી(Election) પણ…

આપણને સૌને ખબર છે કે, ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે જેમા જુદી જુદી સરકારો(Governments) કામ કરી રહી છે. સાથે આ રાજ્યોમાં ચૂંટણી(Election) પણ અલગ અલગ સમયે યોજવામાં આવે છે જેથી દેશ એક સંઘીય ઢાંચામાં કામ કરી રહ્યો છે. જેટલા રાજ્ય છે એટલા જ મુખ્યમંત્રીઓ દેશમાં કામ કરી રહ્યા છે. ત્યારે આજે દેશના ઘણા બધા યુવાનોના મનમાં સવાલ થતાં હશે કે આ મુખ્યમંત્રીનો પગાર(Chief Minister’s salary) કેટલો હોય છે અને એમાં પણ જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર શું એક સમાન હોય છે? તો ચાલો આજે તમને જણાવી દઈએ કે તમારા રાજ્યના મુખ્યમંત્રીની સેલેરી કેટલી છે.

વિધાનસભા નક્કી કરે છે મુખ્યમંત્રીનો પગાર:
ભારતીય બંધારણ અનુસાર જોવા જઈએ તો રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રીની નિયુક્તિ કરી આપે છે. જોવા જઈએ તો દેશમાં કુલ 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને જે તે રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર ત્યાંની વિધાનસભા દ્વારા નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય પણે દર દસ વર્ષે મુખ્યમંત્રીનો પગાર વધારવામાં આવે છે.

ઘણા મુખ્યમંત્રી તો એવા છે જેનો પગાર વડાપ્રધાન કરતાં પણ વધારે:
તમને પણ એવું લાગતું હશે કે, દેશના રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધારે હશે અને તે પછી વડાપ્રધાનનો પગાર પણ વધારે હશે. જોકે તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે, દેશના ઘણા રાજ્યો એવા છે જેમની સેલેરી વડાપ્રધાન કરતાં પણ વધારે છે.

યુપી કરતાં દિલ્હીના CMનો પગાર વધુ, ગુજરાતના સીએમ પણ નથી પાછળ:
અમે તમને જણાવી દઈએ કે, તેલંગાણાનાં મુખ્યમંત્રીની સેલેરી દેશમાં સૌથી વધારે છે અને ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો નંબર ત્રીજો આવે છે જ્યારે ગુજરાત પણ આ અંગે બહુ પાછળ નથી રહ્યું.  ત્રિપુરાના મુખ્યમંત્રીનો પગાર તમામ મુખ્યમંત્રીની તુલનામાં સૌથી ઓછો છે.

ચાલો અમે તમને જણાવીએ કે રાજ્ય મુજબ મુખ્યમંત્રીનો પગાર કેટલો છે?
તેલંગણાના મુખ્યમંત્રીનો પગાર 4,10,000 રૂપિયા છે. દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર 3,90,000 રૂપિયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર 3,65,000 રૂપિયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પગાર 3,40,000 રૂપિયા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર 3,35,000 રૂપિયા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર 3,21,000 રૂપિયા છે. હિમાચલના મુખ્યમંત્રીનો પગાર પ્રદેશ 310,000 રૂપિયા છે. હરિયાણાના મુખ્યમંત્રીનો પગાર 2,88,000 રૂપિયા છે. ઝારખંડના મુખ્યમંત્રીનો પગાર 2,55,000 રૂપિયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર 2,30,000 રૂપિયા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રીનો પગાર 2,30,000 રૂપિયા છે. પંજાબના મુખ્યમંત્રીનો પગાર 2,30,000 રૂપિયા છે.

ગોવાના મુખ્યમંત્રીનો પગાર 2,20,000 રૂપિયા છે. બિહારના મુખ્યમંત્રીનો પગાર 2,15,000 રૂપિયા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો પગાર 2,10,000 રૂપિયા છે. તમિલનાડુના મુખ્યમંત્રીનો પગાર 2,05,000 રૂપિયા છે. કર્ણાટકના મુખ્યમંત્રીનો પગાર 2,00,000 રૂપિયા છે. સિક્કિમના મુખ્યમંત્રીનો પગાર 1,90,000 રૂપિયા છે. કેરળના મુખ્યમંત્રીનો પગાર 1,85,000 રૂપિયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો પગાર 1,75,000 રૂપિયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો પગાર 1,75,000 રૂપિયા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રીનો પગાર 1,60,000 રૂપિયા છે. મેઘાલયના મુખ્યમંત્રીનો પગાર 1,50,000 રૂપિયા છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો પગાર 1,33,000 રૂપિયા છે. આસામના મુખ્યમંત્રીનો પગાર 1,25,000 રૂપિયા છે. મણિપુરના મુખ્યમંત્રીનો પગાર 1,20,000 રૂપિયા  છે.નાગાલેન્ડના મુખ્યમંત્રીનો પગાર 1,10,000 રૂપિયા છે. ત્રિપુરાના મુખ્યમંત્રીનો પગાર 1,05,500 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *