સુરતના સરથાણામાં 17 વર્ષીય કિશોર પરથી બસનું ટાયર ફરી વળતા મોત, પરિવાર ચડ્યો હિબકે- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક વાર બસની અડફેટે લોકોના મોત થવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારનો બનાવ સરથાણા(Sarthana) વિસ્તારમાં ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં બેફામ એસટી બસએ 17 વર્ષીય કિશોરનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, 17 વર્ષીય કિશોરના માથેથી એસટી બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. સમગ્ર ઘટના અંગેની જાન પરિવારને કરવામાં આવતા પરિવાર ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. 17 વર્ષીય દીકરાના મોતને લીધે પિતા અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

હાલમાં તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના બનાવ અનેકવાર સામે આવતા રહે છે. બેફામ બસ ચાલકોને કારણે માસુમ વ્યક્તિઓને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે.  થોડી ઝડપ કોઈની જિંદગીનો અંત લાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *