સુરત(ગુજરાત): દેશભરના ખેલાડીઓમાં ટોક્યો ઓલિમ્પિકને લઈને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતના ઘણા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે સુરતના એક દિવ્યાંગ ખેલાડી પણ આગામી સમયમાં દેશનું નામ રોશન કરવા માટે ઉત્સાહિત છે. રઈશ નામનો 17 વર્ષનો દિવ્યાંગ દરોરજ 80 કિલો વજન ઊંચકીને જીમમાં વેઇટ લિફ્ટીંગ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. રઈશની આકરી પ્રેક્ટિસ જોઈને બોડી બિલ્ડર પણ તેની હિંમતને સલામ કરે છે.
સુરતમાં અભ્યાસ કરતાં 17 વર્ષના રઇશનો એક પગ બીજા પગ કરતા ત્રણ ઇંચ ટુંકો છે. પણ શરીરની આ ખોડને તેણે સ્વપ્નોની આડે ક્યારેય આવવા દીધી ન હતા. રઇશના સપના ઘણા ઊંચા છે જેને પૂરા કરવા તે સખત મહેનત કરી રહ્યો છે. રઇશ કહે છે કે, આજે 80 કિલો સુધીનું વજન ઊંચકી લઉં છું. મારું સ્વપ્ન છે કે, પેરાલિમ્પિક ગેમ્સમાં રમું અને શહેર તેમજ દેશનું નામ રોશન કરૂ, મારા પિતા સામાન્ય દુકાન ચલાવે છે. થોડા વર્ષ પહેલાં મેં જાતે જ નક્કી કર્યું હતું કે, આ ખોડ સાથે બેસી રહેવું નથી, કઈક કરી બતાવવું છે જેને જોઈને લોકો દંગ રહી જાય. ત્યારબાદ મેં જુસ્સાથી સ્કેટિંગ, સ્વિમિંગ અને ફૂટબોલ રમવાનું શરુ કર્યું હતું. ધીરે ધીરે તે પારંગત થતો ગયો અને પછી સામાન્ય સ્પર્ધકોની જેમ જ તે સ્પર્ધામાં ભાગ પણ લેવા લાગ્યો હતો. આમ કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હાલમાં જ્યાં પગની મુવમેન્ટ ઓછી થાય તેવી વેઇટલીફટિંગ કોમ્પિટિશન માટે તે તૈયારી કરી રહ્યો છું.
કોચ ઉવેશ પટેલના જણાવ્યા અનુસાર, રઇશનો આત્મવિશ્વાસ ગજબનો છે. તે વેઇટ લિફ્ટિંગ શીખવા જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મને વિશ્વાસ ન હતો કે, તે આટલું સારું પ્રદશન કરી શકશે. તે આજે 80 કિલોનું વજન આસાનીથી ઊંચકી શકે છે. રઇશ ફૂટબોલ અને દોડની સ્પર્ધામાં પણ ભાગ લે છે તે પહેવાર જાણીને હું પણ ચોંકી ગયો હતો. પાવર લિફટિંગમાં રઇશનું પરફોર્મન્સ જોતા તેમને વિશ્વાસ છે કે, તે ડિસ્ટ્રીકટ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સારો સ્કોર કરીને મેડલ મેળવશે. આવા ઘણા ઓછા વ્યક્તિઓ હોય છે. જે શારીરિક ખોડ ખાપણ હોવા છતાં કંઈક કરી બતાવવાનો જુસ્સો રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.