કાયમ માટે અધૂરું રહી ગયું ડોક્ટર બનવાનું સપનું… ટયુશન માંથી ઘરે જઈ રહેલી દીકરીને બેફામ ટ્રેક્ટરે કચડી

રોજબરોજ અકસ્માત (Accident)ની સંખ્યાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. આ અકસ્માતોમાં ન જાણે કટલાય નિર્દોષ લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા…

રોજબરોજ અકસ્માત (Accident)ની સંખ્યાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. આ અકસ્માતોમાં ન જાણે કટલાય નિર્દોષ લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા જ વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે એક 17 વર્ષીય માસુમ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રેક્ટર ચાલાકે સાયકલ પર ક્લાસમાં જતી વિદ્યાર્થીનીને કચડી નાખી હતી. જેને પગલે સમગ્ર પંથકમાં ચારચાર મચી જવા પામી હતી.

ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, 17 વર્ષીય પાયલ છેલ્લા ઘણા સમયથી હરિયાણાના કરનાલમાં પોતાના માસીના ઘરે રહેતી હતી. તે ધોરણ 12 માં મેડિકલની વિદ્યાર્થીની હતી. તેમજ તેનું સપનું ડોક્ટર બનવાનું હતું, પરંતુ વિધાતાને કઈક બીજું જ મંજુર હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન હોવાના કારણે બે દિવસ પહેલા પાયલને પોતાના ગામ મોકલવામાં આવી હતી. જેથી બે દિવસ પાયલ સાયકલ લઈને પોતાના ગામથી કરનાલ અભ્યાસ કરવા માટે જતી હતી. આ દરમિયાન સવારે લગભગ 7.40 વાગ્યાની આસપાસ તે પોતાના ઘરેથી નીકળી હતી. ત્યારે રસ્તા પર સામેથી આવતા ટ્રેક્ટર તેને કચડી નાખી હતી. જેને પગલે પાયલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળે જ ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો. જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પાયલના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે દીકરીનો જન્મદિવસ થોડાક દિવસ પહેલા જ ધામધૂમથી ઉજવ્યો હતો. તેમને ક્યાં ખબર હશે કે તેમનો આ જન્મદિવસ તેમની દીકરીનો છેલ્લો જન્મદિવસ હશે. ઘટનાને પગલે પરિવારજનોને ઊંડો આઘાત લાગ્યો છે. સાથે જ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *