છોકરી માટે મિત્રએ તેના જ જીગરજાન મિત્રનું કાસળ કાઢ્યું- કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ અને બહાર કાઢી લીધું હ્રદય

એક 22 વર્ષીય વ્યક્તિએ તેના મિત્રનું ગળું દબાવીને હત્યા કરી દીધી કારણ કે, મિત્ર તેની ગર્લફ્રેન્ડને મેસેજ અને કોલ કરતો હતો. હત્યા બાદ યુવકે તેનું…

એક 22 વર્ષીય વ્યક્તિએ તેના મિત્રનું ગળું દબાવીને હત્યા કરી દીધી કારણ કે, મિત્ર તેની ગર્લફ્રેન્ડને મેસેજ અને કોલ કરતો હતો. હત્યા બાદ યુવકે તેનું હદય અને પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો, આટલું જ નહિ ગળું અને આંગળીઓ પણ કાપવામાં આવી હતી. ત્યાર પછી તે શુક્રવારે પોલીસ સ્ટેશન ગયો અને સરેન્ડર કર્યું. પોલીસે જણાવ્યું કે આરોપીના કેહવા પછી  કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યા મુજબ, આરોપી હરિહર કૃષ્ણ અને તેનો મિત્ર નવીન બંને દિલસુખનગરની એક કોલેજમાં સાથે અભ્યાસ કરે છે. અને જે યુવતીને કારણે હરિહરે તેના મિત્રની હત્યા કરી તે યુવતી પણ આ જ કોલેજમાં ભણતી હતી. હરિહર અને નવીન બંને એક જ છોકરીના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ નવીને આ વાત પહેલા યુવતીને કહી અને પછી યુવતી અને નવીન બંને વચ્ચે સંબંધ બંધાયો. જો કે, થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા અને પછી યુવતીએ હરિહર સાથે સંબંધ બાંધ્યો.

આરોપીએ પોલીસને જણાવ્યું કે, બ્રેકઅપ થવા છતાં નવીન સતત યુવતીના સંપર્કમાં હતો. તે તેણીને મેસેજ અને ફોન કરતો રહ્યો, જેનાથી ક્રિષ્ના ખૂબ જ હેરાન થઈ ગઈ. આ લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું અને આરોપી હરિહર તકો શોધતો રહ્યો. 17 ફેબ્રુઆરીએ હરિહર અને નવીન દારૂના નશામાં હતા.બંને વચ્ચે ઘણી દલીલો થઈ હતી. આ દરમિયાન હરિહરે ગુસ્સામાં આવીને નવીનનું ગળું દબાવી તેને મારી નાખ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે હત્યા બાદ લાશના ફોટા પણ લીધા હતા.ત્યાર પછી તે ફોટા તેને પોતાની પ્રેમિકા ને શેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *