વિદ્યાના મંદિરમાં હેવાનિયત… શિક્ષિકાને કહેતો ‘સેલેરી જોતી હોય તો હોઠ પર કિસ આપ’

એક શિક્ષિકાની છેડતીનો મામલો પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા બેતિયા માંથી સામે આવ્યો છે. શિક્ષિકાએ એક પ્રાઈવેટ સ્કૂલના સંચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી…

એક શિક્ષિકાની છેડતીનો મામલો પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા બેતિયા માંથી સામે આવ્યો છે. શિક્ષિકાએ એક પ્રાઈવેટ સ્કૂલના સંચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ શિક્ષિકા પશ્ચિમ બંગાળમાં આવેલા દાર્જિલિંગ જિલ્લાની રહેવાસી છે. બેતિયાના એસપી ઉપેન્દ્રનાથ વર્માને શિક્ષિકાએ એક અરજી આપી છે તેમાં નરકટિયાગંજના સ્કૂલ સંચાલક પર તેની સાથેની છેડતી અને હેરાનગતિનો આરોપ લગાવામાં આવ્યો છે.

સ્કૂલ સંચાલક અફરોજ અખ્તર પર પીડિતાએ આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા ચોક સ્થિત સેન્ટ્રલ સ્કૂલમાં છેલ્લા સાત મહિનાથી તે મેનેજમેન્ટની પોસ્ટ પર કામ કરી રહી છે. સ્કૂલ સંચાલક અફરોઝ અખ્તર દર વખતે તેની સાથે ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પીડિતાએ કહ્યું કે, અફરોઝ અખ્તર કોઈ બહાનથી તેનો હાથ પકડતા અને તેની છેડતી કરતો હતો અને જ્યારે તેનો વિરોધ કરે ત્યારે ધમકી પણ આપતો હતો. અફરોઝ અખ્તર કહેતો કે, તું હંમેશા શાળામાં જ ફોકસ કરીશ, તો તું મને ક્યારે પ્રેમ કરશે?

શિક્ષિકાએ કહ્યું કે, પગાર આપવાનું કહીને મને બોલાવી અને જયારે મેં પગાર માંગ્યો ત્યારે મને ધમકીઓ આપતો હતો. અને મને કહ્યું કે, હું મોટા નેતાઓના રક્ષણમાં રહું છુ અને કહે છે કે મને કંઈ થશે નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જા અબે જે કરવું હોય એ કરીલે.

શિક્ષિકાએ વધુ વાત કરતા કહ્યું કે, જયારે હું અફરોઝ પાસે માસિક પગાર માંગું ત્યારે તે એક કહેતો કે પહેલા મને કિસ કરો પછી હું પગાર આપીશ. શિક્ષિકાએ જણાવ્યું કે અફરોઝના આ કૃત્યથી તે માનસિક રીતે ખુબજ પરેશાન છે. શિક્ષિકાએ ન્યાયની માંગ કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આજીજી કરી છે.

શિક્ષિકાએ કહ્યું કે, બેતિયા એસપીએ શિક્ષિકાને શિકારપુર પોલીસ સ્ટેશન મોકલીને આગળની કાર્યવાહી કરવાનું કહ્યું છે. આ અંગે બેતિયાના એસપી ઉપેન્દ્રનાથ વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મામલાને ગંભીરતાથી લઈને શિકારપુર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી છે અને તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *