કેરળથી બળાત્કારની એક હેરાન કરી દે એવી ઘટના સામે આવી છે, અહીંયા 19 વર્ષના છોકરાએ પોતાની સાથે ભણતી છોકરી સાથે રેપ કર્યો છે.ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટના કોઝિકોડ જિલ્લાની છે. બંને વિદ્યાર્થીઓ પોલીટેકનીકલ કોલેજમાં ભણે છે.
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપી યુવકને ગિરફ્તાર કરી લીધો છે. વિસ્તાર આરોપીની ઓળખ મહંમદ તરીકે આપવામાં આવી છે.ખાસ વાત તો એ છે કે આ સમગ્ર ઘટનાને અલ્પસંખ્યક આયોગ એક લવ જેહાદની ઘટના જણાવી રહ્યા છે.
પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં છોકરીએ જણાવ્યું કે આરોપી તેની ઉપર ઘરમાં પરિવર્તન કરવાનો દબાવ કરી રહ્યો હતો.આરોપીએ છોકરી ને કહ્યું હતું કે જો તેની સાથે લગ્ન કરવા હોય તો તેણે મુસ્લિમ ધર્મ સ્વીકારવો પડશે. તેમજ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને પીડિત છોકરી પાછલા બે વર્ષથી રિલેશનશિપમાં હતા. પરંતુ છોકરી ના જણાવ્યા અનુસાર આરોપી તેને વારંવાર ઈસાઈ ધર્મ છોડી મુસ્લિમ બનવા માટે મજબૂર કરી રહ્યો હતો. છોકરીએ તેને લઈને લગભગ એક મહિના પહેલા પોલીસને ફરિયાદ કરી હતી.
કોઝિકોડ ના ડેપ્યુટી કમિશનર એકે જલાલુદ્દીન એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે છોકરીના નિવેદન ના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સાથે જ છોકરા નું નિવેદન મેજિસ્ટ્રેટ સામે નોંધી લેવામાં આવ્યું છે. તેમજ અલ્પસંખ્યક આયોગ પણ આ ઘટનામાં છોકરી ના પરિવાર તરફથી ફરિયાદ કરવામાં આવી છે. આયોગે આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવતા તેને એક લવ જેહાદની ઘટના જણાવી છે. આયોગે પોતાના નિવેદનમાં કહ્યું કે છોકરી સાથે જે થયું એ એક યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.