અહિયાં બે આખલાઓ એવા બાખડ્યા કે, આખા રોડ પર સર્જાયો ટ્રાફિકજામ

દાહોદ(ગુજરાત): રાતદિવસ દાહોદના લોકો રખડતા પશુઓની સમસ્યાથી કંટાળી ગયા છે. ત્યારે સાંજના સમયે દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર ગિરધરકાકા ચોકની સામેના ચાર થાંભલા વિસ્તારમાં બે આખલાઓ રોડ વચ્ચે બાથડતાં હોવાથી 20 મિનિટથી વધુ સમય ટ્રાફિકજામ થાય ગયું હતું. તેને કારણે આસપાસના અનેક વાહનોને પણ નુકશાન પહોંચ્યું હતું.

બુધવારે સાંજે સ્ટેશન રોડ ચોકમાં ગાય અને આખલાઓનું એક ટોળું આવ્યું હતું. જેમાંથી 2 આખલાઓ એકમેક સાથે શીંગડા ભેરવી બાખડતાં લોકોમાં ડરનો માહોલ છવાય ગયો હતો. શીંગડાંભેર બાખડતાં આ આખલાઓએ આ વિસ્તારની દુકાનોની બહાર મુકેલા વાહનોને પણ પાડીને નુકશાન પહોંચાડ્યું હતું. તો આખલાઓની લડાઈથી ભયભીત લોકો રસ્તાની બંને તરફ રોકાઈ જતા ટ્રાફિકજામ થાય ગયું હતું. આખલાઓના યુદ્ધથી લોકો ખુબ ભયભીત થઇ ગયા હતા.

દાહોદમાં ગાય, આખલા, ગધેડા જેવા પાલતુ પશુઓને ઉપયોગ પછી માલિકો દ્વારા છોડી મુકતા હોવાની ફરિયાદો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી ભરાતા હોવાની ફરિયાદો સાથે શહેરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં માલહાનિ પણ થતી હોય છે. ત્યારે રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ક્યારે મુક્તિ પામશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *