સુરતમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર કામીનીબેન પટેલના અંગદાનથી એકસાથે 7 લોકોને મળ્યું નવજીવન

Published on Trishul News at 4:55 PM, Tue, 8 June 2021

Last modified on June 8th, 2021 at 4:55 PM

ઘણી વખત આપણે સૌ કોઈ ન્યુઝના માધ્યમ દ્વારા જાણતા હશું કે, વ્યક્તિએ પોતાના મૃત્યુબાદ પોતાના અલગ અલગ અંગ દાનમાં આપે છે. જેમને લીધે અન્ય લોકોના જીવ બચી શકે. આ એક પ્રકારની માનવ સેવા કહી શકાય. માનવ જ માનવને કામ ન આવે તો શું કામનું.. ત્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

સુરત શહેરમાં “અંગદન મહાદાન”ના વાક્યને સાર્થક કરતા સુરત શહેરમાં બત્રીસમા હ્રદય અને ફેફસાના દાનની સાતમી ઘટના સામે આવી છે. કોરોના વાયરસની આ મહામારી બાદ ગુજરાતના સુરત શહેરમાં સૌપ્રથમ વાર હૃદય અને ફેફસાંના દાન કર્યું હોય તેની ઘટના સામે આવી છે.

સુરત જીલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા (સાંકળી) ગામમાં 46 વર્ષના બ્રેઈનડેડ જાહેર થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી અન્ય સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. દુ:ખભરી પરીસ્થિતિમાં પટેલ પરિવારે પ્રેરણાત્મક નિર્ણય કરતાં અંગોનું દાન કરીને અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કર્યો છે.

સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર માત્ર 100 મિનીટમાં અને હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર ફક્ત 160  મિનિટમાં કાપી તેમના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયાના રહેવાસી અને ખેતીવ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.17 મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં હતા પરંતુ પ્રયાસો કર્યા બાદ પણ ઉભું થવું નહિ. ત્યારબાદ તેમના પરિવારે તાત્કાલિક જ ડોક્ટરને ઘરે બોલાવ્યા.

તપાસ કરતા જાણવા મળ્યું કે, બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી તેમને હોસ્પિટલ લઇ જવા પડશે. જેથી તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમની વધુ સારવાર માટે સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શેલ્બી હોસ્પીટલના ન્યુરોફિજીશિયન ડો.દિવ્યાંગ શાહે તેમની સારવાર શરૂ કરી હતી. સાથે હોસ્પીટલમાં હાજર ન્યુરોસર્જન ડૉ.મિલન સેંજલીયાએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તારીખ 5 જુનના શનિવારના રોજ ન્યુરોફિજીશીયન ડૉ.દિવ્યાંગ શાહ, ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયા, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આરૂલ શુક્લા અને ફિજીશ્યન ડૉ.હેતલ રૂડાણીએ કામિનીબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "સુરતમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર કામીનીબેન પટેલના અંગદાનથી એકસાથે 7 લોકોને મળ્યું નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*