Youth dies of heart attack: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે.ઘણા કારણો હોય છે જેવા કે,લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તેઓને હાર્ટ એટેક(Youth dies of heart attack) આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.
ત્યારે વધુ એક ગુજરાતના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હૃદય રોગનો હુમલો આવતા યુવકનું મોત
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા તેનો પરિવારના લોકો શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ફરજ ઉપર હાજર ATDOને આવ્યો હતો હાર્ટ એટેક
અત્ર ઉલેખીનીય છે કે, ગઈકાલે ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો ગયો છે. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube