સાપુતારા જઈ રહેલ મિત્રોને નડ્યો અકસ્માત- કાર ડિવાઈડર સાથે ટક્કરાતા કાગળની જેમ ડુચ્ચો વળી ગઈ કાર, બે મિત્રોના મોત તો બે ઘાયલ

2 friends killed in accident: રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહેતા હોય છે અને આ અકસ્માતના કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત નવસારીના વાંસદામાંથી સામે આવ્યો છે.સાપુતારા ફરવા જી રહેલા મિત્રોની કારને ગંભીર અકસ્માત(2 friends killed in accident) નડ્યો હતો. વાત કરવામાં આવે તો મિત્રોની કારને અકસ્માત નડતા બે લોકોના મોત અને વધુ 2 મિત્રો ઘાયલ થયા હતા.

ત્યારે આવી જ એક ઘટના નવસારીના વાંસદા વઘઈ માર્ગ પર સર્જાઈ હતી. વાંસદાના ચારણવાડા ગામ નજીક કારની ધડાકાભેર ડીવાઈડર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર પછી કાર પલ્ટાઈ ગઈ હતી, તો બીજી તરફ કારની સ્પીડ એટલી હતી કે તેનો ખુરદો બોલાઈ ગયો હતો.

મૃતક યુવાનોના નામ
પાર્થ વજુ ડોબરીયા (24)
વિકેન રાકેશ ખાંટ (22)

આ કારમાં ચાર યુવાનો સવાર હતા, આ ગંભીર અકસ્માતમાં કાર ચાલક અને અન્ય એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ પરિવારને કરતાં પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે ઓવરસ્પીડના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રૂપે સામે આવ્યું છે.

ઘાયલ યુવાનો
નીરજ પ્રકાશ ડોબરીયા (22)
હર્ષિલ કાનજી ઠુમ્મર

આ બન્ને યુવાનોને ભારે મહેનત પછી કારમાંથી કાઢીને સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે. તમામ મિત્રો સાપુતારા ફરવા માટે ગયા હતા, તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે વાંસદા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોઁધીને તપાસ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *