સોનીપત: તાજેતરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર હરિયાણાના સોનીપત જિલ્લાના કરેવડી ગામમાં યુવકની પાંચ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યા બાદ યુવકની લાશ ગામની બહાર ઝાડીઓમાં પડેલી મળી આવી છે. પોલીસ દ્વારા લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે. શક્યતા છે કે, યુવકની હત્યા કઈ અન્ય જગ્યાએ કર્યા બાદ તેની લાશને સૂમસામ ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી છે.
મૃતકના પરિજનોનો આરોપ છે કે, ગામમાં સરપંચના હોદ્દાને લઈ પરસ્પર અદાવત ચાલી રહી છે અને પહેલા પણ અનેક હત્યાઓ થઈ ચૂકી છે. આ અદાવતના કારણે જ તેમના દીકરાની પણ હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિજનોના નિવેદનના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોનીપતના ગામ કરેવડીનો રહેવાસી વિવેક (23) મંગળવાર સવારે 10 વાગ્યે ઘરેથી બહાર ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત નહોતો આવ્યો. બાદમાં પરિજનોએ બપોરે તેના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કોઈ સંપર્ક થયો નહોતો. જેથી બાદમાં પરિજનોએ વિવેકની શોધખોળ શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન, મોડી રાત્રે જ્યારે પરિવારના સભ્યો ગામની બહાર પહોંચ્યા તો સૂમસામ ઝાડીમાં વિવેકની લાશ પડેલી મળી. પરિજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી શરુ કરતાં તે સ્થળેથી કેટલાક પુરાવા પણ એકત્ર કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકની પાંચ ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
મૃતક યુવકના પરિજનોનો આક્ષેપ છે કે, ગામમાં સરપંદના હોદ્દાને લઈ જૂની અદાવત ચાલી રહી છે અને આ અદાવતના કારણે જ ગામમાં અનેક હત્યાઓ થઈ ચૂકી છે. વિવેકના પરિવારના સભ્યોના નામ પણ સરપંચ હત્યાકાંડમાં સામેલ હતા અને પરિજનોનો આરોપ છે કે તેમને લાગી રહ્યું છે કે આ જૂની અદાવતે કારણે જ વિવેકની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
બીજી બાજુ પોલીસનું કહેવું છે કે, યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુવકની લાશ ગામની બહાર ઝાડીઓમાં પડેલી મળી છે. હાલ લાશને કબજામાં લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. હવે પરિજનોના નિવેદન અને પુરાવાઓના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.