દરેક ગુજરાતીઓને ગર્વની અનુભૂતિ કરવાતા સમાચાર જૂનાગઢ (Junagadh) માંથી આવ્યા છે. ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત (Gujarat) ના સૌથી ઊંચા ગિરનાર પર્વત (Girnar Mountain) પર 26 ફુટ લાંબી ‘ધર્મની ધજા’ ફરકાવવામાં આવી છે. ગુરુ ગોરક્ષનાથજી (Guru Gorakhnath Shikhar) ગિરનારનું સૌથી ઊંચું શિખર છે, જે 3663 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીંયા દેશના જ નહીં પરંતુ વિદેશના પણ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.
ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની સૌથી મોટી ઊંચાઈ ધરાવતા પર્વત પર આવેલા ધાર્મિક સ્થાન ઉપર 26 ફુટ લાંબી અને 151 કિલો વજન ધરાવતો પિત્તળનો ધજા સ્તંભ સ્થાપિત કરવામાં આવશે. ખાસ જયપુરથી આ સ્તંભ અહીં મંગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ કળશ સ્થાપન કરવામાં આવશે. આજ ધજા સ્તંભમાં પિત્તળનું ડમરુ, ત્રિશુલ અને અને ઘંટડીઓ લગાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આવતા રવિવારે કળશ સ્થાપન થશે. નાથજી દલિચાને નામે આજે પણ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં જીવંત છે.
તમને જણાવી દઈએ કે, ચોમાસાની ઋતુ દરમિયાન આ મંદિર પર વીજળી ત્રાટકી હતી, અને મંદિરનો ઘુમ્મટ તૂટી ગયો હતો. હાલ મંદિરના જીણોદ્વારનું કાર્ય શરૂ છે અને આગામી દિવસોમાં પૂર્ણ થશે. ગિરનાર શિખર પર ગુરુ ગોરક્ષનાથજી એ 1200 વર્ષ તપસ્યા કરી હતી. ગુરુજીએ પ્રજ્વલિત કરેલી ધૂણી આજે પણ અખંડ છે. જાણવા મળ્યું છે કે, અત્યારના મહંત પીર યોગી સોમનાથજી મહારાજ છેલ્લા ૧૨ વર્ષથી ત્યાં જ છે, તેઓ નીચે ઉતર્યા જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.