કુદરતે આ શું ધાર્યું છે!!! હવે વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત- ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક (Heart attack)થી મોત થતા ચકચાર મચી જવા પામી છે.…

વડોદરા(Vadodara): ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક (Heart attack)થી મોત થતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, વડોદરામાં 27 વર્ષીય એડવોકેટનું હાર્ટએટેકથી મોત થતા ફફડાટ મચી જવા પામ્યો છે. એડવોકેટ નિહાલ ત્રિવેદી (Advocate Nihal Trivedi)ને હાર્ટએટેક આવતા મોત થયું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. યુવકના અવસાનથી પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મહત્વનું છે કે, સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને તાત્કાલિક આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે 42 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વાત કરવામાં આવે તો, રાજકોટમાં હાર્ટ એટેકને કારણે 19 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. 19 વર્ષના આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું તબીબોએ જણાવતા કહ્યું હતું. યુવકના અવસાનથી પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુરત નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.વ્યક્તિ ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચી રહ્યો હતો. આ ઘટના પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *