ખરેખર આપણને ગર્વ થાય કે જયારે વિદેશથી લોકો ભારત આવી આપણા ઇષ્ટદેવના દર્શન કરે અને તેમના નીતિનિયમો મુજબ તેમનું પાલન કરે. અહિયાં પણ એક એવો પ્રસંગ સામે આવ્યો છે. કે જેમાં એક યુવતી લુના લઈને જલારામબાપાના દર્શન કરવા માટે આવે છે. નવાઈની વાત તો એ છે કે આ યુવતી ફ્રાન્સથી એક લુના લઈને આવી હતી.
“જેવો દેશ તેવો પહેરવેશ” એ કહેવત તો આપણે સૌ કોઈએ સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરે તેવું દ્રશ્ય આજે વીરપુરમાં જોવા મળ્યું હતું. છેલ્લા બે વર્ષથી ભારતમાં રહી એક સેકેન્ડ હેન્ડ લ્યુના પર પુરા ભારતનો પ્રવાસ ખેડી રહી ફ્રાન્સની 27 વર્ષીય યુવતી આજે વીરપુર જલારામબાપા ના દર્શને આવી પોહચી હતી. ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મ પ્રત્યે ભારે આકર્ષણ ધરાવતી અગેથે પોતાનું નામ પણ ભૂમિ રાખ્યું છે.
અત્યાર સુધીમાં આ યુવતી પંજાબ,હરિયાણા,રાજસ્થાન,ધર્મશાલા તેમજ દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ચુકી છે. ગુજરાતમાં સોમનાથના દર્શન કરીને વીરપુરની મુલાકાત લીધી હતી. અને ભક્ત જલારામબાપા વિશે તેમને પરિચય મેળવ્યો હતો અને વગર કોઈ દાન મેળવ્યા વગર ચાલતા અણક્ષેત્રના ખૂબ વખાણ કર્યા હતા. તેમજ ગુજરાતના લોકો ખુબજ માયાળુ અને ઈમાનદાર છે તેવા પ્રતિભાવો આપ્યા હતા.તૂટ્યું ફૂટ્યું હિન્દી બોલતી આ વિદેશી યુવતી વીરપુર ધામમાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.