૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર

3 દિવસ પહેલાં જ 3 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા છે છતાંય હજુ પણ તંત્ર દ્વારા કોઈ ચેતવણીનું બોર્ડ કે પહેરો ગોઠવવામાં નથી આવ્યો. હજુ પણ એ ગોજારી જગ્યાથી અજાણ લોકો ત્યાં છૂટથી ફરે છે. આ નિવેદન છે રાકેશ હીરપરા નામના યુવાનનું જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને તંત્રની ઘોર બેદરકારીને લોકો સમક્ષ બહાર પાડી છે. રાકેશ હીરપરા સુરતના વાતની છે અને આ ઘટના પહેલા અગાઉ ઘણાના મૃત્યુ થયા છે તે તમામની વેદના અને તંત્રની બેદરકારીની ફરિયાદ એક પત્ર મારફત સુરતના કલેકટરને કરી છે. જે શબ્દ્શઃ અહી રજુ છે

ધુળેટીના દિવસે રામેશ્વર મંદિર પાસે ૩ લોકોના ડૂબી જવાની ઘટનાએ બહુ ચકચાર મચાવ્યો, લગભગ તમામ સમાચાર માધ્યમોએ પણ આ કરુણ ઘટનાની નોંધ લીધી. આ હત્યાકાંડમાં મૃત્યુ પામનાર સ્વ. શાંતિલાલ નનુભાઈ સેંજલીયા અમારા પરિવારજન છે. ૧૦ માર્ચ, ૨૦૨૦ના રોજ ધુળેટીના અવસર પર આ ૩ લોકોના પરિવાર નદીમાં ન્હાવા માટે તેમજ રજાનો આનંદ લેવા માટે સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલા રામેશ્વર મંદિર પાસે ગયા હતા. જ્યાં અચાનક ડબી જવાને કારણે 3 લોકોના મૃત્યુ થયા હતા. .

આ મૃત્યુ નહિ પણ હત્યા છે કારણ કે ઉપર ઉપરથી ભલે લાગતું હોય કે, આ મૃત્યુ ડૂબી જવાને કારણે થયા છે. પણ ડૂબવાનું કારણ નદી કે બેદરકારી નથી. પણ ગેરકાયદેસર થયેલું ખનન છે. નદીની સપાટી તો એકદમ છીછરી છે અને મૃત્યુ પામનાર યુવકો અને બાળક તો એકદમ છીછરા પાણીમાં બેઠા બેઠા ન્હાતા હતા.

પૈસાની લાલચમાં નદીના પેટાળને ચીરી ચીરીને કાઢવામાં આવેલી રેતીને કારણે સર્જાયેલા પોલાણને લીધે આ ૩ નિર્દોષ વ્યક્તિઓનો જીવ ગયો છે. એટલે આ કોઈ પ્રાકૃતિક દુર્ઘટના નથી પણ હત્યા છે.

આ પરિવારજનોનો આક્રંદ સાંભળો તો રાત્રે આપશ્રી કદાચ ઊંધી પણ નહીં શકો. કરોડો રૂપિયા આપીને પણ ખે પત્ની
અને બાળકોને એમનો પતિ અને બાપ તો નહીં મળી જાય ને સાહેબ ?

અમે જાણીએ છીએ કે મરેલા વ્યક્તિ હવે પાછા નથી આવવાના પણ ભવિષ્યમાં કોઈનો પણ પરિવાર વિખાય નહીં અને
કોઈ નિર્દોષનો જીવ આવી રીતે જાય નહીં. એટલે આ જગ્યાએ થયેલા ગેરકાયરેસર ખનનની ઊંડી અને સધન તપાસ
થવી બહુ જરૂરી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલ શાંતિલાલ નાનુભાઈ સેંજલીયા એ મારા ભાઈ છે. અમે સૌ માંગણી કરી છીએ કે આ ઘટનામાં
જવાબદારો પર ગુનો નોંધીને આ ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવે અને ગુનેગારોને સખતમાં સખત સજા
કરવામાં આવે.

આ ઉપરાંત, નદીઓમાં ચાલતા આવા તમામે તમામ ખનન તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. પેપર પર ભલે
ખનન પ્રતિબંધિત હોય પણ આજે પણ ગેરકાયદેસર ખનન ખુલ્લેઆમ ચાલી જ રહ્યું છે. એ આપણે સૌ જાણીએ જ છીએ. અને એ પાછળના કારણો પણ તમે અને હું સૌ જાણીએ છીએ. એટલે માનવતાના ધોરણે આ તમામ વસ્તુઓ બંધ થાય અને ભવિષ્યમાં કોઈ નિર્દોષ જીવ ન ગુમાવે એવા પગલાં ભરવા આપશ્રીને પ્રાર્થના કરીએ છીએ.

-રાકેશ હીરપરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *