સુરત(Surat): ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક (Heart attack)થી મોત થતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો સુરતના હજીરા (Hazira)માં 28 વર્ષના યુવકને હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, 28 વર્ષના રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. ઘરમાં અચાનક તબિયત લથડવાને કારણે તેણે મિત્રોને ફોન કર્યો હતો. ત્યારબાદ મિત્રો તેન ઘરે દોડી આવ્યા અને 108ને જાણ કરવામાં અવી હતી. તો 108ના કર્મચારી દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, સમગ્ર ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને તાત્કાલિક આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે 42 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જો વાત કરવામાં આવે તો ગઈકાલે વડોદરામાં 27 વર્ષીય એડવોકેટનું હાર્ટએટેકથી મોત થતા ફફડાટ મચી જવા પામ્યો હતો. એડવોકેટ નિહાલ ત્રિવેદને હાર્ટએટેક આવતા મોત થયું હતું. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યુવકના અવસાનથી પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.