હાર્ટએટેકે લીધો વધુ એક યુવકનો ભોગ: સુરતના ઇચ્છાપોરમાં છાતીમાં દુઃખાવા બાદ 28 વર્ષીય યુવકનું મોત

Published on Trishul News at 12:57 PM, Sun, 15 October 2023

Last modified on October 15th, 2023 at 1:01 PM

Young dies due to heart attack in surat: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Rajkot Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે.

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાત્રીના સમયે નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવા થવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવકને હોસ્પીટલ લઈ જતા યુવકનું મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો ગયો છે. દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ ઉમર 23 વર્ષ નામની શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા પછી તેમની તબિયત અચાનક જ બગડી હતી. હોસ્પીટલમાં લઈ જાય તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

Be the first to comment on "હાર્ટએટેકે લીધો વધુ એક યુવકનો ભોગ: સુરતના ઇચ્છાપોરમાં છાતીમાં દુઃખાવા બાદ 28 વર્ષીય યુવકનું મોત"

Leave a comment

Your email address will not be published.


*