અંકલેશ્વરનું સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક બન્યુ ભંગાર: મોટા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કોંગ્રેસે કરી SIT તપાસની માંગ

Ground Collapsed Along With The Fencing: અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનો માટે પોણા પાંચ કરોડના ખર્ચે નિર્માણ કરેલા આકર્ષક સ્વર્ણીમ લેકવ્યુ પાર્કની 30 ફૂટ થી વધુ ફેન્સીંગ(Ground Collapsed Along With The Fencing) ઢસડી પડી છે.આ લેકવ્યુ પાર્કનું ઉદ્દધાટન હજી 8 મહિના પહેલા થયું હતું. આ લેકવ્યુ પાર્કનું ઉદ્દધાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હાથે કરવામાં આવ્યું હતું.બે અલગ અલગ સ્થળે ફેન્સીંગ સાથે જમીન ધસી પડી છે.

આ પોણા પાંચ કરોડના ખર્ચે બનવેલા સ્વર્ણીમ લેકવ્યુ પાર્ક અંગે વિપક્ષ નો એક સવાલ ઉભો થાય છે.આ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક કે પછી ભ્રષ્ટાચાર પાર્ક છે. બે મહિના પૂર્વે પણ મુખ્ય તળાવ ની ફેન્સીંગ સાથે વોક વે ધસી પડ્યો હતો.ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ બાજુ માં સ્વર્ણિમ લેક વ્યુ પાર્ક ઉભું કરવામાંઆવ્યું છે અંદાજે 5 કરોડ ઉપરાંત ના ખર્ચે બનેલાલેક વ્યુ પાર્ક માં ચોસામા ના પ્રથમ ભારે વરસાદમાં જ બને તળાવ મધ્ય નો પાળો ધસી પડ્યો હતો અને વોક વે તૂટી પાડવા ની સાથે 30 ફૂટ કરતા લાંબુ ફેન્સીંગ પણ તૂટી પડ્યું હતું જેને લઇ ભારે ઉહાપોહમચ્યો હતો.

તળાવનો 3 વર્ષ માટે નિભાવન કરવા જવાબદારી સોંપી છે તેવા લેકવ્યૂ પાર્ક ના ઈજારદાર તેને રીપેર કરવાની ના પડી દીધી છે.અને પોતાના કાર્યક્ષેત્રમાં નથી આવતું તેવું કહી પોતાના હાથ પાછા ખેચી લીધા છે.જે પછી અન્ય ઇજારદાર ને કામ સોંપી પાળો ને ફેન્સીંગ ઉભી કરવામાં આવી હતી.હવે લેક વ્યૂહ પાર્ક ના પાછળ ના એટલે કે તાડફળીયા તરફ ના ભાગ માં પુનઃ ફેન્સીંગ સાથે વોકવે ધસી પડ્યો છે.

અંદાજે 20 થી 25 પૈકી કેટલો ભાગ તો સ્ટ્રકચર સાથે તૂટી પડી તળાવ માં પડી ગયો છે. જે લીપાપોતી કરતા માત્ર રીબીન લગાવી હાલ લોકો ચાલવા પર રોક લગાવી દીધી છે. ત્યારે ખરેખર 5 કરોડ ના ખર્ચે તળાવ નું નિર્માણ થયું છે. કે માત્ર ખાયકી થઇ છે તેવા સવાલ સાથે સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

તળાવના ભ્રષ્ટાચારની તપાસ માટે સીટ રચના કરવા માંગ શહેરની આગવી ઓળખ નહિ પણ હવે પાલિકાનાશાસક પક્ષની ભ્રષ્ટાચાર ની ઓળખ બનેલીતળાવ પુનઃ ગાબડાં પડ્યા છે. શહેર ની આગવી ઓળખ નહિ પણ હવે પાલિકા ના શાસક પક્ષની ભ્રષ્ટાચાર ની ઓળખ બનેલી તળાવ પુનઃ ગાબડાં પડ્યા છે. જે મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા આવનાર દિવસો માં પ્રતીક ધરણા પ્રદર્શન કરી પાલિકા અને વહીવટી તંત્ર તળાવ ના નિર્માણ પાછળ થયેલ ભ્રષ્ટાચાર ના મુદ્દે સીટ ની રચના કરી તપાસ કરવા માંગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *