હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો વડોદરાનો યુવક- 45 વર્ષીય યુવાનના મોતથી પરિવારમાં છવાયો માતમ

Published on Trishul News at 1:04 PM, Sun, 15 October 2023

Last modified on October 15th, 2023 at 1:05 PM

Young dies due to heart attack in Vadodara: ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેમાં પણ તરુણો અને યુવાનોના આ કાતિલ હાર્ટ એટેક હાર્ટ ફેઈલ થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થતા ડોક્ટરો પણ ચિંતામાં આવી ગયા છે. તેમાં હાલ વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયું છે.

પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટના
વડોદરામાં હાર્ટ એટેક આવ્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા. જ્યા યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે.

26 વર્ષીય અજય જાદવને આવ્યો હાર્ટ એટેક
બે દિવસ પહેલા જ વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. યુવાનને રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે પછી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા અજયને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ તરત જ દોડી આવ્યા હતા. 26 વર્ષીય યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Be the first to comment on "હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો વડોદરાનો યુવક- 45 વર્ષીય યુવાનના મોતથી પરિવારમાં છવાયો માતમ"

Leave a comment

Your email address will not be published.


*