120ની સ્પીડે બેકાબુ થયેલી કારનો ધ્રુજાવી દેતો LIVE વિડીયો- ઘર આંગળે રમતી બાળકીનો ચમત્કારિક બચાવ…

અકસ્માતો (Accident)ની સંખ્યા દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને ઓવરસ્પીડ (Overspeed)ને કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં લગભગ 120 સ્પીડથી ચાલી રહેલી ગાડી રસ્તા પર ઊભેલી એક અન્ય ગાડીને જોરદાર ટક્કર મારે છે. સારી વાત એ રહી કે ટક્કર લાગેલી ગાડીમાં બેઠેલી માસૂમ બાળકી માંડ-માંડ બચી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના રાજસમંદના ખમનોરમાં એક દુકાનના માલિક 50 વર્ષીય ભેરુલાલે જણાવ્યું હતું કે, મારી ખેડાના ભાગલ ગામમાં પાવર ટુલ્સ અને રિપેરિંગની દુકાન છે. મારી 4 વર્ષની દીકરી દીક્ષા થોડા દિવસો માટે તેના મામાને મળવા આવી હતી. તે ક્યારેય મારી દુકાને આવતી નથી. ખબર નહીં એ દિવસે શું થયું કે તેણે દુકાને જવાની જીદ કરી. ત્યારે 10 નવેમ્બરના રોજ હું તેને મારી અલ્ટો કારમાં લઈને દુકાને ગયો.

વધુમાં તેમણે જણાવ્યું કે, સાંજના સાડાચાર વાગ્યે હું અને દીક્ષા બંને દુકાનની બહાર બેઠા હતા. આ દરમિયાન મારી દુકાનની બહાર કોઈએ થૂંક્યું, તો તેણે તેના વિશે બોલવાનું શરૂ કર્યું કે નાના તમારી દુકાનની બહાર કોઈ ગંદું કરે છે. એ પછી તે મારી અલ્ટા કાર તરફ ગઈ હતી અને રમતા-રમતા કારમાં બેસી ગઈ હતી. તે થોડી સેકન્ડ્સ માટે કારમાં રમી હતી. તે કારમાંથી નીચે ઊતરી કે તરત જ માત્ર 5 સેકન્ડમાં એક સ્પીડમાં આવતી કાર મારી અલ્ટો કાર સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, દુકાનની બહાર ઊભેલું શેતૂરનું ઝાડ પણ નીચે પડી ગયું હતું. ટક્કરનો અવાજ સાંભળીને દીક્ષા જોર જોરથી રડવા લાગી હતી. મેં તેને સંભાળી હતી અને તેને લઈને ત્યાંથી લઈને નીકળી ગયો હતો. કાર પણ દીક્ષાને અડતાં ઝાડ સાથે અથડાઈ હતી અને અલ્ટો પર પડી હતી. થોડીવાર માટે તો હું પણ ગભરાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, ડ્રાઈવર નાથદ્વારાનો રહેવાસી હતો, જે દારૂના નશામાં હતો. અકસ્માત બાદ તે ભાગી ગયો હતો. તેમજ આ અંગે ભેરુલાલે કહ્યું હતું કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. દોહિત્રીનો જીવ બચી ગયો એ મોટી વાત છે. આ અકસ્માત બાદ બાળકી સંપૂર્ણપણે ડરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *