પિતાએ ફોનમાં ગેમ રમવાની ના પાડી તો, પાંચ વર્ષનો બાળક ઘર છોડી ભાગ્યો અને એવી જગ્યાએથી મળ્યો કે…

રાજકોટ(ગુજરાત): સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે બધી જ સ્કૂલો બંધ હતી. આ દરમિયાન, બાળકોને ભણવા કરતા ગેમમાં રસ વધારે લાગી ગયો હતો. બાળકો ઓનલાઈન ભણતર…

રાજકોટ(ગુજરાત): સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે બધી જ સ્કૂલો બંધ હતી. આ દરમિયાન, બાળકોને ભણવા કરતા ગેમમાં રસ વધારે લાગી ગયો હતો. બાળકો ઓનલાઈન ભણતર ના બહાને ફોન પે ઓનલાઈન ગેમો રહ્યા છે તો બીજી બાજુ ભણતર બગડી રહ્યું છે. હાલમાં શાળાઓ શરુ થવા છતાં પણ બાળકો સતત ફોનમાં ગેમ રમ્યા કરે છે.

ગુજરાતના સુરત શહેરના વરાછા વિસ્તારમાં ની એક ઘટના સામે આવી છે જેમાં એક બાળકે ફ્રી ફાયર ગેમ રમવા માટે 10 લાખથી વધુની રકમ ગુમાવી છે. ગેમની અંદર ડાયમંડ ખરીદવા બેંકમાંથી પૈસા કપાવી દીધા હતા. આવી જ બીજી ઘટના રાજકોટ તા.17/8/2021નાં મધરાત્રીના એક વાગ્યાનાં અરસામાં 5 વર્ષના માનવ કલ્પેશભાઈ રાણપરીયા રાતનાં સમયે તેમનાં પિતાને માતા સાથે રણછોડ વાળી કોમ્યુનિટી હોલમાં હોવાથી કલ્પેશભાઈનો મોબાઈલ માનવ પાસે હોવાથી માનવ તેમનાં પિતાનાં મોબાઈલમાં ગેમ રમતો હતો.

આ દરમિયાન તેમનાં પિતાએ ઠપકો આપતાં માનવ ત્યાંથી કીધાં વિના નીકળી ગયો હતો. તેમનાં પિતાને આ વાતની જાણ થતાં તેમણે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા રાજકોટ બીડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી આઈ સાહેબને જાણ કરવામાં આવી હતી. પી.આઈ સાહેબ પેટ્રોલિંગમાં હોવાથી તેમને જાણ કરતાં માનવ પેડક રોડ પર તે સહી સલામત મળી ગયો હતો. હાલ તેમનાં પિતાને સહી સલામત સોંપવામાં આવ્યો છે.

કામગીરી કરનાર:-
બી.ડીવી. પી.આઇ. એમ.બી. ઐસુરા
પો. કોન્સ્ટેબલ હરપાલસિંહ વાઘેલા
પો. કોન્સ્ટેબલ મહીદીપસિંહ જાડેજા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *