સુરત(ગુજરાત): આજકાલ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના-મગદલ્લા રોડ પર એક જ દુઃખ ઘટના બની છે. ઉધના અને મગદલ્લા રોડ પર એક ટ્રક ઉભો હતો ત્યારે અચાનક એક ઓઇલ ભરેલા ટ્રકે તેને અડફેટે લીધા હતા. ઓઈલ ભારે ટ્રકે ટક્કર એટલી જોરદાર હતી કે બાજુ માંથી પસાર થતી એક કારને પણ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર સવાર આખા પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે તેમાં સાડા પાંચ વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.
સુરત ડીંડોલીમાં રહેતો પુનિત સિંહ અજય સિંહ તોમરનો પરિવાર પોતાની કાર લઈને સુરતથી અમદાવાદ તરફના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગઈ કાલે સવારના ધામડોદ ગામે સીમમાંથી પસાર થતા હતા ત્યારે બાજુમાં એક અન્ય ફોરવીલના ચાલકે પુરપાટ ઝડપે પુનિત સિંહની ગાડીને ટક્કર મારી હતી. જેને કારણે તેમની ગાડી બાજુમાં ચાલતાં ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જેથી પુનિત સિંહની ગાડી ટ્રકની નીચે ઘુસી ગઈ હતી. તેને કારણે પોલીસની ગાડી પલટી મારી ગઇ હતી.
ટ્રેઈલ પોલીસને ગાડીને કુદિને ડિવાઇડર કૂદીને સામેના ટ્રક સાથે ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં પુનિત સિંહ ના સાડા પાંચ વર્ષના દીકરા સુર્યાસિંહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે ગાડીમાં ફસાયેલા અન્ય લોકોને સ્થાનિક લોકોએ પોલીસ અને આઇઆરબીની મદદથી બહાર કાઢી સુરત સિવિલમાં સારવાર માટે મોકલ્યા હતા. જ્યાંથી ભોગ બનનાર પુનિત સિંહ, ટ્રક ચાલક અને અન્ય કાર ચાલક વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.