સુરત (Surat): શહેરમાંથી હાલ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં શહેરના પાંડેસરા(Pandesara, Surat) વિસ્તારમાં આવેલા ભગવતી નગરમાં 5 વર્ષની નાની બાળકી ધાબા પરથી નીચે પટકાઇ હતી. જેને પગલે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઉદયરામ ચંદ્રવંશી નામનો યુવક પાંડેસરા વિસ્તારની ભગવતી નગર ખાતે રહે છે. જે મજુરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. આ દરમિયાન ગઈકાલના રોજ તેમની 5 વર્ષીય પુત્રી આકૃતિ ચંદ્રવંશી પોતાના ઘરમાં રમી રહી હતી. ત્યારે રમતા રમતા બાલ્કનીમાં આવતા કોઈક રીતે તે ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. જેને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા.
આ દરમિયાન ઉદયરામ તેમજ તેની પત્ની પણ નીચે દોડી ગયા હતા. ત્યારબાદ બાળકીને તાત્કલિક પણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં Surat નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ત્યારે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસે આ મામલે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે, આ ઘટના સાંજે 7:00 વાગ્યા આસપાસ બનવા પામી હતી. ઘટનાને પગલે બાળકીના પરિવારની હાલત કફોડી બનવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.