5 year old girl died in Surat: સુરત જિલ્લામાં વાલીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા મૂળ ઓરિસ્સાના મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમના સંતાનમાં 5 વર્ષની દિકરી(5 year old girl died in Surat) એસ્પીતા હતી.
રમતા રમતા ગમછો ગળામાં લપેટી લીધો
તારીખ 21મીએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા તે દરમ્યાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પીતાને બારી પાસે સુકવવા નાંખેલો ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો.
બુમ પાડતા એસ્પીતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી. એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા તેણીને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.
ગમછો ગળામાં લપેટ્યા બાદ પગ લપસતાં ફાંસો
એસ્પીતાના પિતા મનોજ જૈનાએ જણાવ્યું છે કે એસ્પીતા મારી એકની એક દીકરી હતી. ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે બેસીને મોબાઈલમાં ગેમ રમતી હતી. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા, અમારી એકની એક દીકરી અમે ગુમાવી દીધી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube