માં (mother)ને વિશ્વમાં સૌથી ઊંચું સ્થાન આપવામાં આવે છે. કારણ કે એક માતા પોતાના બાળકને ક્યારેય પણ દુઃખી જોઈ શકતી નથી. તે પોતે દુઃખ વેઠીને પોતાના બાળકને તમામ જરૂરિયાતો પૂરી કરતી હોય છે. ત્યારે હાલ આવી જ એક માં દીકરાના પ્રેમની અનોખી કહાની અમેરિકા (America)માંથી સામે આવી છે. જ્યાં એક માતાએ પોતાના દીકરાને પિતા બનવાનું સૌભાગ્ય આપી તેના દીકરાનું જીવન સુધારી દીધું છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ 56 વર્ષો મહિલાનું નામ નેન્સી છે. નેન્સીના દીકરાની વહુ કેબ્રિયાને એક બીમારીના કારણે ઓપરેશન કરી ગર્ભાશય કાઢી લેવામાં આવ્યું હતો. જેને પગલે નેન્સીના દીકરાને કોઈ સંતાન ન હતું. ત્યારે દીકરાની માતાએ નક્કી કર્યું હતું કે તારા બાળકને હું મારી કોખે જન્મ આપીશ. તેથી દીકરાની માતાએ ડોક્ટરની મદદથી ગર્ભમાં આઈવીએફ(IVF) ટેકનીક દ્વારા દીકરાના બાળક માટે પ્રક્રિયા કરાવી હતી.
View this post on Instagram
જેને પગલે આ 56 વર્ષીય માતાએ નવ મહિના પછી પોતાની કોખે પોતાના દીકરાની દીકરીને જન્મ આપ્યો હતો. પરિવારમાં દીકરીનો જન્મ થતા ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમજ આ મહિલાનો દીકરો પણ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
View this post on Instagram
માતા પણ આજે પોતાની પુત્રીને પોતાની કોખે જન્મ આપી ખૂબ જ ખુશ છે. આવું તો ફક્ત એક માતા જ પોતાના દીકરા માટે કરી શકે છે. આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલે જ તો કહેવાય છે કે માં તે માં બીજા બધા વગડાના વા!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.