જે ઉંમરે સરખી પેન પકડતા નથી આવડતી, તે ઉંમરમાં સુરતનો આ બાળક ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ લઇ આવ્યો

સુરત (Surat) શહેર નજીક બારડોલીના 6 વર્ષીય બાળક નિલાંશ નિલય દેસાઈએ માત્ર ૧૮:૨૨ સેકન્ડમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પોતાને નામ કર્યો છે. આ ઉંમરે જ તો…

સુરત (Surat) શહેર નજીક બારડોલીના 6 વર્ષીય બાળક નિલાંશ નિલય દેસાઈએ માત્ર ૧૮:૨૨ સેકન્ડમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પોતાને નામ કર્યો છે. આ ઉંમરે જ તો બાળકો રમકડા અને હરવા ફરવા સિવાયની કઈ ખબર પડતી નથી ને આ બલકે ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવી પોતાના માતા પિતા અને પરિવારનું નામ રોશન કર્યું છે. નિલાંશ નામના છ વર્ષીય બાળકે સૌથી ઝડપી બેગ પેક કરવાનો રોકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર વિશ્વમાં આવું કરવા વાળો આવો પહેલો બાળક છે.

વાસ્તવમાં નિલાંશે માત્ર ૧૮:૨૨ સેકન્ડમાં પોતાનું સ્કુલ બેગ પેક કરી લીધું હતું. એકબાજુ આજના છોકરાઓને જાતે કપડા પહેરતા પણ નથી આવડતા ને આ બાળકે પોતાનું સ્કુલ બેગ જાતે તૈયાર કરી ગિનીસ બુકમાં રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

અગાઉ આ રેકોર્ડે ગિનીસ બુકમાં ૧૯:૫૨ સેકન્ડમાં 14 વર્ષીય બાળક દ્વારા બનાવ્યો હતો, ત્યારે એ જ રેકોર્ડને સુરતના 6 વર્ષીય નિલાંસ દેસાઈએ ૧૮:૨૨ સેકન્ડ સ્કૂલ બેગ પેક કરીને પોતાના નામને ગિનીસ વર્લ્ડ બુક માં સ્થાપિત કર્યું. જે ઉંમરે સરખી પેન પકડતા નથી આવડતી તે ઉંમર ગિનીસ બુકમાં રેકોર્ડ બનાવનાર આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક માત્ર બાળક છે.

માતા માનસી દેસાઈ અને કોચ શુભમ તિવારીના જણાવ્યા મુજબ નિલાંશે આ રેકોર્ડે માટે ખુબ જ મહેનત કરી હતી અને એક અઠવાડિયાથી પણ ઓછા સમયગાળામાં આ રેકોર્ડ માટે તૈયાર કરી હતી. આ અગાઉ 4 જેટલા વર્લ્ડ રેકોર્ડ નિલાંશ દેસાઈએ પોતાના નામ પર કરિયા છે. 4 વર્ષેની નાની ઉંમરે પોતાના નામે પ્રથમ રેકોર્ડ નિલાંશ દેસાઈએ ઈન્ડિયા બુકમાં નોંધાવ્યો હતો અને ત્યારબાદ 5 વષૅની ઉંમરે વેવબોર્ડ કરી ઇન્ટરનેશનલ વર્લ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. નિલાંશ દેસાઈને આટલી નાની ઉંમરે ગુજરાત રાજયના મુખ્યમંત્રીના હાથે સન્માનીત કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *