હાલમાં દેશના PM તરીકે નરેન્દ્રભાઈ મોદી ફરજ બજાવી રહ્યાં છે. આપ સૌને એટલી તો જાણ હશે કે, દેશના PM એટલે કે, નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ગુજરાતમાં આવેલ વડનગરમાં થયો હતો ત્યારે હાલમાં વડનગરને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
વડનગરમાં મુખત્વે 2 સ્થળો ખુબ જ પ્રસિદ્ધ રહેલાં છે. પ્રથમ તો વડનગરનું કીર્તિતોરણ તેમજ બીજું તો વડનગરમાં આવેલ શર્મિષ્ઠા તળાવ. હાલમાં જે સમાચાર સામે આવી રહ્યાં છે એ શર્મિષ્ઠા તળાવને લઈને જ સમાચાર સામે આવી રહ્યાં છે. વડનગરમાં આવેલ શર્મિષ્ઠા તળાવમાંથી શનિવારે મોઢાનાં ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં કુલ 70 કિલો વજનનો 200 વર્ષનો મહાકાય કાચબો મળી આવ્યો હતો.
વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર કર્યાં પછી સુલીપુર નર્સરી મોકલીઆપવામાં આવ્યો હતો. વડનગર શર્મિષ્ઠા તળાવમાં શનિવારનાં રોજ સવારમાં નિત્યક્રમ પ્રમાણે કાચબાને દાણા નાખવા માટે ગયેલ જીવદયા પ્રેમી નિલેશભાઈ શાહ તથા દિનેશભાઈ પટેલે લોહીલુહાણ સ્તિથીમાં કાચબાને જોતાં RFO ભારતીબેનને જાણ કરતાં એમણે વનપાલ બળદેવભાઈ દેસાઈ, વનરક્ષક પી.કે.રાજપુરની સાથે પહોંચી મહેસાણામાં રહેતાં મૌલેશ દવેની મદદથી ઈજાગ્રસ્ત કાચબાને રેસ્કયુ કરીને વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.
જ્યાં ર્ડા.એમ.કે.પટેલે સારવાર કરી હતી. કુલ 70 કિલો વજનનો આ મહાકાય કાચબો હાલમાં સુલીપુર નર્સરીમાં રાખવામાં આવ્યો છે. આ કાચબાની ઉંમર અંદાજે 200 વર્ષની હોવાનું તથા કાચબો હાલમાં સ્વસ્થ હોવાંથી એને કુલ 2 દિવસમાં છોડી મુકાશે એમ RFOએ જણાવતાં કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle