ગુજરાત: મુસાફરોથી ભરેલ ખાનગી બસ પલ્ટી મારી જતા આટલાં લોકોના મોતની સાથે 20 લોકો થયા ઘાયલ

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો અથવા તો પોતાના સ્વજનોનો જીવ ગુમાવવો પડતો હોય છે. હાલમાં રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર અકસ્માતની એક ઘટના સામે આવી રહી છે.

દાહોદ જિલ્લામાં આવેલ લીમખેડા તાલુકામાં આવેલ ફુલપરી ગામમાં દાહોદનાં લીમડીથી ખાનગી પેસેન્જરો ભરીને આણંદ જઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ હતી.

જેથી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ભયભીત થઈ ગયું હતું. જેમાં નાત્ર 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે કુલ 20થી વધારે મજૂર ઈજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં કુલ 35 જેટલા મજૂરોને બેસાડવામાં આવ્યા હતા.

લીમડીથી આણંદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી બસને અકસ્માત નડ્યો :
લીમડીથી આંણદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી બસ મજૂરોને ભરી લીમડીથી આણંદ જવા માટે રવાના થઇ ગઈ હતી તથા રોડમાં ફુલપરી ગામની ઘાટીમાં ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હતી. જેમાં બસની નીચે દબાઇ જતા એક બાળકીનું મોત નીપજ્યું હતું તેમજ કુલ 20થી વધારે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દાહોદમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા :
લીમડીથી આણંદ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની બસને ફુલપરીની ઘાટીમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોના ક્ષતવિક્ષત અંગો ઘટનાસ્થળ પર જોવા મળ્યા હતા તથા મજૂરોની ચિચિયારીઓથી વાતાવરણ ભયભીત બની ગયું હતું.

જ્યારે ઘટના પછી એકઠાં થયેલ આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી ત્યારે પોલીસે તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર રાબેતા પ્રમાણે શરુ કરાવ્યો હતો. આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇજાગ્રસ્ત શ્રમજીવીના નામ :
શાંતુડીબેન કાળુભાઈ નિનામા
રીતુભાઈ કાળુંભાઈ નિનામા
કાળુભાઈ જ્યોતિભાઈ નીનામા

કમળાબેન કાળુભાઈ નિનામાં
ખરવાણીના શારદાબેન લાલાભાઈ વસોયા
જયેશભાઈ તાનસિંગ હઠીલા

સંગાડા રણવીર
પ્રવીણ સગાડ
વિજય રમેશ નિનામા

કાળું જ્યોતિ નિનામા
રિકુ કાળું નિનામા
સાંતુડી નિનામા

શિવરાજ પ્રવીણ સંગાડા
ચુનીલાલ મલા ડામોર
રાહુલ ડાંગી

આશાબેન જેતાભાઇ હઠીલા
શંભુભાઈ છગનભાઈ ભેદી
સંજયભાઈ શંભુભાઈ ભેદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *