રવિવારના રોજ મુંબઇની નજીક આવેલા કલ્યાણ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ અચાનક રેલ્વે ટ્રેક પર દેખાયા હતા. આ જોઇને મુંબઈ વારાણસી સ્પેશિયલ ટ્રેનના ચાલકે ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. ઇમરજન્સી બ્રેક લગાવી પરંતુ વૃદ્ધ એન્જિનની ફસાઈ ગયા હતા.
રેલ્વે કર્મચારીઓને આ ઘટના અંગેની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ વૃદ્ધને બહાર કાઢ્યા હતા. વૃદ્ધ હાલમાં સુરક્ષિત છે. હાલમાં તેઓને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના પરથી કહી શકાય કે કાળ પણ આ વૃદ્ધનું કાઈ બગાડી ન શક્યો.
#WATCH | A senior citizen narrowly escaped death after a locomotive train in Mumbai’s Kalyan area applied emergency brakes to save the man as he was crossing the tracks. pic.twitter.com/RwXksT3TCM
— ANI (@ANI) July 18, 2021
મળતી માહિતી અનુસાર, મુંબઈ-વારાણસી ટ્રેન બપોરે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેક ક્રોસ કરતી વખતે એક 70 વર્ષના વૃદ્ધ ટ્રેન સાથે અથડાઈ છે. ડ્રાઈવરે તરત જ આ જોઇને ઇમરજન્સી બ્રેક્સ મારી હતી, તેમ છતાં પણ વૃદ્ધ એન્જિનની નીચે ફસાઈ ગયા હતા. ત્યાર બાદ આ જોતા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
જો ઇમરજન્સી બ્રેક સમયસર લાગુ કરવામાં ન આવી હોત તો અકસ્માત સર્જાઈ શકે તેમ હતો. પરંતુ ટ્રેન ચાલક દ્વારા સમયસર બ્રેક લાગી જવાને કારણે વૃદ્ધ બચી ગયા હતા. સાથે મધ્ય રેલ્વેએ વૃદ્ધોના જીવ બચાવનારા ત્રણ કર્મચારીઓને દરેકને રૂ .2000 નું ઇનામ પણ આપ્યું છે.
આ ઘટના બાદ રેલવેએ એક સલાહકાર પણ જારી કરી છે કે રેલ્વે ટ્રેક ક્રોસ કરવો જોખમી છે જેથી તેને પાર ન કરો. ટ્રેક ઓળંગતી વખતે ઘણીવાર આવા અકસ્માતો થાય છે. આ બેદરકારીમાં અત્યાર સુધી હજારો જીવ ગુમાવ્યા છે. તેથી હમેંશા માટે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને અન્ય લોકોને પણ સાવચેત કરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.