સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંડેસરામાં પાણીની ટાંકી પાસે રાહદારી માસુમ વિદ્યાર્થીની પર માતાની નજર સામે કુતરાએ એટેક કરતાં ભાગદોડ મચી જવા પામી હતી. જાણવા મળ્યું છે કે, 9 વર્ષની વિદ્યાર્થીના ડાબા પગ પર રખડતા કુતરાએ 6-7 બાઈટ કરી લોહી લુહાણ કરી દેતા બાળકીને તાત્કાલિક ઓટો રીક્ષામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
જ્યાં બાળકીના બન્ને હાથ અને થાપા સહિત ઇજાઓ હોવાનું સામે આવતાં 5 ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકીના પિતા ભગવાન પાટીલે જણાવ્યું કે, તેઓ મહારાષ્ટ્રના વતની છે. સાયણની એક ઓઇલ મીલમાં કામ કરે છે. તેમની દીકરી ગુંજનપર પાંડેસરા પાણીની ટાંકી નજીક કેટલાક રખડતા કુરતાએ એટેક કરી 6-7 બચકાં ભર્યાં હતાં.
આ દરમિયાન, ગુંજન એની માતા મનીષા સાથે ટ્યુશનેથી ઘરે પરત કરતા કુતરાએ એટેક કર્યો હતો. અચાનક દીકરી પર એટેક થતા જોઈ મનીષા પણ ગભરાઈ ગઈ હતી. બૂમાબૂમ કરી દેતા લોકો ત્યાં દોડી આવ્યાં હતાં. સ્થાનિકોએ આ અંગે જણાવ્યું કે, રખડતાં કુતરાઓ ગમે તેને પોતાનો શિકાર બનાવે જ છે. આ બાળકીને કુતરાઓના શિકાર બનતાં જોઈ ખૂબ દુઃખ થયું હતું, તેમજ આ અંગે પાલિકામાં ચોક્કસ ફરિયાદ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.