તમે જાણો છો કે હાલ છેલ્લા ઘણા સમયથી દારૂ અને જુગારની ઘણી ઘટના સામે આવી રહી છે. તેમજ ગોંડલમાં વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓને બંધ કરવા માટે એક જાગૃત નાગરિક તરફથી પોલીસ અધિકારીઓની આંખો ખોલવા માટે બેનર મૂકવામાં આવ્યા છે. હવે આ બેનરની ખાસ વાત એ છે કે, વરલી-મટકા, દારૂ, જુગાર તથા પાઉડરનો કારોબાર કરતા કેટલાક અસામાજિત તત્વોના નામ તથા ઠેકાણા આ બેનરમાં પ્રિન્ટ કરાયા છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા ગુંદાળા ચોક, જેલચોક, કૉલેજ રોડ તથા વોરા કોટડા રોડ પર આ બેનરો મૂકવામાં આવ્યા છે.
ગોંડલમાં આ પ્રકારના બેનરો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. આ બેનરો જોઇને ગોંડલની પ્રજા પણ ચોંકી ગઈ હતી. જોકે, પછીથી આ તમામ બેનરો જે તે જગ્યાએથી હટાવી લેવામાં આવ્યા હતા. આ બેનરને લઈને જિલ્લા પોલીસ પ્રમુખે પણ તપાસના આદેશ કર્યા છે. આ બેનરમાં કુલ 19 જેટલા જુદા જુદા સ્થળના નામ અને સરનામા લખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સરનામા પર ક્યાં કેવી પ્રવૃતિ થઈ રહી છે તેની પણ માહિતી આપવામાં આવી છે.
ક્યા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ સ્પષ્ટ છે. આ ઉપરાંત જે તે પ્રવૃતિ સાથે જોડાયેલા શખ્સના નામ પણ જે તે સરનામા સાથે આપવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પોસ્ટર પોલીસ સુધી પહોંચતા તપાસના આદેશ કરાયા છે.
સૌ પ્રથમ તથ્યતાના આધારે આ મામલાની તપાસ થશે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બેનરમાં દર્શાવેલી 19 જેટલી જુદી જુદી જગ્યાઓ પરથી બેનર અનુસાર હકીકત મળી આવશે તો શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી થશે. હાલ સ્થળની તપાસ કરતા કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ મળી આવી નથી. ગોંડલ પીઆઈ કે.એન. રામાનુજે કહ્યું હતું કે, કોઈ જાગૃત નાગરિક તરફથી વારંવાર પોલીસને અરજી પણ કરવામાં આવે છે. પોલીસ ટીમ તરફથી તપાસ પણ કરવામાં આવી છે પણ કોઈ એવી પ્રવૃતિ ઝડપાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.