હાર્દિકે ધોળા દિવસે કરી યુવતીને છેડતી- ચાલુ બસે યુવતીને બાજુમાં ખેંચીને…

ગુજરાતમાં અવાર-નવાર કોઈને-કોઈ શહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં AMTS બસ ડ્રાઈવરે પરીક્ષા દેવા માટે જતી યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા ગયેલી યુવતી AMTSમાં બેસતા ડ્રાઇવરે યુવતી સાથે જબરદસ્તી કરી હતી. પરંતુ આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીની મહિલા SHE ટીમે છટકું ગોઠવીને છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે AMTS ડ્રાઇવર હાર્દિક ઠકકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ખુલેઆમ AMTS બસ ડ્રાઈવર યુવતીની છેડતી કરી રહ્યો હતો. પરંતુ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી કરવી એક એએમટીએસના ડ્રાઇવરને ભારે પડી ગઈ છે. અમદાવાદની AMTS બસમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક ઠક્કર 12મી સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટીના બસ સ્ટેન્ડ ઉપર એક સુંદર વિદ્યાર્થીની એકલી બેઠેલી જોઈ હતી. ત્યાર બાદ તેના મનમાં હવસનો કિડો સળવળ્યો અને યુવતી સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યો હતો. યુવતી બસમાં આવીને સીટ ઉપર બેથી ત્યાર પછી ડ્રાઈવર હાર્દિક યુવતીની પાસે જઈને બેસી ગયો હતો અને યુવતીની સાથે અશ્લીલ માંગણી કરી તેનું માસ્ક કાઢી લીધું હતું. અને બળજબરી કરવા લાગ્યો હતો.

યુવતીએ ફરયાદ કરતા જણાવ્યું કે, ડ્રાઈવર હાર્દિક મારી બાજુમાં આવીને બેસી ગયો હતો એટલું જ નહિ ડ્રાઈવર હાર્દિકે વિદ્યાર્થિનીને બાથમાં લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઇ પોતાના મોબાઈલમાં એક મિસ્કોલ કર્યો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, યુવતી સમગ્ર ઘટના દરમ્યાન ગભરાઈ ગઈ હોવાથી તેણે જે તે સમયે કોઈને જાણ કરી ના હતી. પરંતુ થોડા સમય પછી નરાધમ હાર્દિકનો ફરી વિદ્યાર્થિનીના ફોન પર ફોન આવ્યો હતો. અને બસ સ્ટેન્ડ પર મળવા માટે બોલાવી હતી.

ડ્રાઈવર હાર્દિક યુવતીનો પીછોકરવા લાગ્યો હતો જેના કારણે યુવતી ખુબ જ ગભરાઈ ગઈ હતી. જોકે ત્યાર પછી વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરીને ગુજરાત યુનિવર્સિટીના બસ સ્ટેન્ડ નજીક હાજર સી ટીમના મહિલા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે યુવતીની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક સિવિલ ડ્રેસમાં પોલીસની વોચ ગોઠવી આરોપી આવતા જ તેણે ઝડપી લીધો છે. મહિલા પોલીસને આરોપી હાર્દિક ઠક્કરના છૂટાછેડા થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલતી હોવાથી યુનિવર્સિટી આવતી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *